પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાની પત્રકાર એકતા પરિષદની મિટિંગ વેજલપુર ખાતે યોજાઈ

પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડીયા પ્રદેશ આઇટી સેલ, પ્રદેશ મંત્રી, ઝોન પ્રભારીની હાજરીમાં કાલોલ તાલુકા સંગઠનની મીટીંગ વેજલપુર ગામે આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિર પાસે જન સહાસ ન્યૂઝની ઓફિસ ખાતે યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે તાલુકા પ્રમુખને રીપિટ કરવામાં આવ્યા હતા. તેમજ જીલ્લા ઉપ્રમુખ તરીકે મહેશભાઈ રાઠોડને નિયુક્તિ સાથે ઇન્ચાર્જ પ્રમુખનો હવાલો સોંપવામાં આવ્યો હતો અને પંચમહાલ જીલ્લા અધિવેશન ટુંક સમયમાં યોજવાનો હોવાનું જણાવ્યું હતું અને તેની જવાબદારી સોંપી સાત જણની કમિટીની રચના કરી સફળતાપૂર્વક પંચમહાલ જીલ્લાનું અધિવેશન આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પંચમહાલ જીલ્લા પ્રમુખ એક માસ અંગત કારણો સર રજા મૂકતા એમની રજા સુધી ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નવનિયુક્ત ઉપ્રમુખ મહેશભાઈ રાઠોડ કાર્ય સંભાળશે, જીલ્લા પ્રમુખને વિશ્વાસમાં લઈ એમના વતી કાર્યક્રમો કરશે તેવું જણાવ્યું હતું. મિટિંગમાં તાલુકાના પત્રકારોની હાજરી.અને ફરી જાગેલો ઉત્સાહ આવનાર અધિવેશનને સફળ બનાવવા સૌને કાર્ય કરવા, દરેક પત્રકારો ના સભ્ય ફોર્મ ભરવા, તેમજ તાલુકા કારોબારી પૂર્ણ રૂપે બનાવી ફોર્મેટ ભરી જીલ્લા પ્રમુખને પહોંચતી કરવા અને જીલ્લા અધિવેશનની રૂપરેખા સાથે આમંત્રણ આપવામા આવે તેમ જણાવ્યું હતું.

પત્રકારોને કોઈ પગાર આપવામાં આવતો નથી. તેમ છતાં પત્રકારો રાત દિવસ દરેક ઋતુમાં જીવના જોખમે પત્રકારીતા કરી સેવા આપતા હોય છે અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા જણાવેલ કે સરકાસ પાસે અમારી ( 15 ) થી વધુ પત્રકારોના પ્રશ્નોની માંગ ની કરવામાં આવેલ છે. જેમાંથી (9) જેટલા પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

જેમાં પત્રકારોને દશ લાખ નો વીમા કવચ આપવામાં આવે અને પત્રકાર કોલોની બનાવી તમામ પત્રકારોને આવાસ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવે તેમજ તમામ પત્રકારોને જીલ્લા તેમજ તાલુકા લેવલે પત્રકારો માટે ઓફિસની વ્યવસ્થા કરવામાં આવે અને સરકાર દ્વારા પેપર માલિકોને જે જાહેરાતો ઓછી કરવામાં આવી છે તે ફરીથી શરૂ કરવામાં આવે અને નાનામાં નાના પત્રકારોને સન્માન આપવામાં આવે તેવા અનેક પ્રશ્નોની માગણી કરવામાં આવી છે અને પત્રકાર એકતા પરિસદમાં કોઈ પણ પત્રકાર પાસેથી કોઈપણ જાતની ફી વસુલાત કરવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું અને પત્રકાર એકતા પરિષદમાં કોઈપણ હોદેદારો કાયમી રહેતા નથી. દર હડી વર્ષે તમામ હોદેદારો ની ચૂંટણી ઢબે વરની કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.