ગુજરાત વિધાનસભા સત્રને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં બદલાવ કરાયો છે. આ કાર્યક્રમ તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાવાનો હતો. પરંતુ હવે ઓનલાઈન જન ફરિયાદ કાર્યક્રમ સ્વાગત તા. ૨૯ ઓગસ્ટના ગુરૂવારે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય સત્રને અનુલક્ષીને ૨૨મી ઓગસ્ટે યોજાનારો આ રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓગસ્ટ મહિનાના પાંચમા ગુરુવાર એટલે કે ૨૯ ઓગસ્ટ ૨૦૨૪ના યોજવામાં આવશે. સૌ સંબંધિતોને રાજ્ય સ્વાગતના આયોજનના આ ફેરફારની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ તામાં દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરીયાદ કાર્યક્રમ આગામી ગુરૂવાર ૨૨ ઓગસ્ટે યોજાશે નહિ. આ કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળતા હોય છે. જણાવી દઈએ કે દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અયક્ષતામાં રાજ્યકક્ષાનો ઓનલાઇન જન ફરિયાદ નિવારણ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાય છે. સામાન્યપણે આ કાર્યક્રમ બપોરે ૩ કલાકે યોજાતો હોય છે. જેથી કરીને વધુ લોકોને સાંકળી શકાય. પરંતુ વિધાનસભા સત્ર શરૂ થતું હોવાના કારણે આ કાર્યક્રમ ૨૨ ઓગસ્ટના રોજ મુલતવી રાખતા મહિનાના અંતિમ ગુરુવાર એટલે કે ૨૯ ઓગસ્ટના રોજ યોજાશે.
નોંધનીય છે કે રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્ર્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા તેમજ નાગરિકોના અવાજને બુલંદ બનાવવાની દિશામાં ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ની વર્ષ ૨૦૦૩થી શરૂઆત કરવામાં આવી હતી. આજના ટેક્નોલોજીના યુગમાં લોકોના પ્રશ્ર્નોના ઓનલાઈન સુખદ નિરાકરણની વાત જન-જન અને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આ સ્વાગત ઓનલાઈન અને કેઓઓના સોશિયલ મીડિયા પેજ શરુ કરવામાં આવ્યા છે. લોકો પોતાની સમસ્યા અને કેટલાક પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઈન પોર્ટલ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.