રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી છે. આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે બુધવારે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેંચે કેજરીવાલની ધરપકડ જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈની અરજી પર તપાસ એજન્સીને નોટિસ જારી કરી હતી. બેન્ચે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે અમે કોઈ વચગાળાના જામીન આપી રહ્યાં નથી. અમે નોટિસ જારી કરીશું. આ મામલે આગામી સુનાવણી માટે ૨૩ ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં, સુનાવણી દરમિયાન સીબીઆઈ તરફથી કોઈ પણ કોર્ટમાં હાજર નહોતું. હકીક્તમાં, કેજરીવાલે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા વચગાળાના જામીનની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી ૨૩ ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો હતો અને તેને વચગાળાના જામીન આપવાનો ઈક્ધાર કર્યો હતો.