અલાહાબાદ હાઈકોર્ટે કોંગ્રેસની ’ખટખત’ યોજના પર દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી

અલ્હાબાદ હાઈકોર્ટે ’ઘર ઘર ગેરંટી’ યોજના પર કોંગ્રેસની નિષ્ક્રિયતા અંગે ચૂંટણી પંચ સામે દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી છે. આ પીઆઈએલ લોક્સભા ચૂંટણી દરમિયાન મહિલા મતદારો માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ’ઘર ઘર ગેરંટી’ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અરજદારે અરજીમાં પોતાના વિશે કોઈ માહિતી આપી નથી.

અરજદારની વિનંતી પર, ફરી પિટિશન ફાઇલ કરવાની બીજી તક આપવામાં આવી હતી. લોક્સભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની ખટખટ યોજના હેઠળ વોટના બદલામાં ૮૫૦૦ રૂપિયાના વચનને લઈને આ પીઆઈએલ અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજી દ્વારા કોંગ્રેસના ૯૯ સાંસદોને ગેરલાયક ઠેરવવા, પાર્ટીનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા અને ચૂંટણી ચિહ્નો જપ્ત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા અને જસ્ટિસ મનીષ કુમાર નિગમની ડબલ બેન્ચે સુનાવણી બાદ પીઆઈએલને ફગાવી દીધી હતી. ફતેહપુરની રહેવાસી ભારતી દેવી નામની સામાજિક કાર્યર્ક્તાએ લોક્સભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની જાહેરાત પર ચૂંટણી પંચ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.