ભારત-પાકિસ્તાન મેચની સ્ટ્રીમિંગને લઈને ઈડીના દરોડા, સામે આવ્યું ઊંઝા કનેક્શન

ભારત-પાકિસ્તાન મેચના સ્ટ્રિમિંગને લઈને ED ની મોટી કાર્યવાહી સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ ઈડ્ઢની ટીમે દેશના ૨૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ તરફ હવે તપાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનના અઝહર સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં હતો. આદરોડામાં ED એ ૨ કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. નોંધનિય છે કે, અમદાવાદ સાયબર ક્રાઈમે જૂન મહિનામાં ૨ વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાદ ગેરકાયદે સ્ટ્રિમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો હતો.

ભારત અને પાકિસ્તાનની મેચનું ગેરકાયદેસર રીતે સ્ટ્રિમિંગ મામલે ઈડીએ અમદાવાદમાં દરોડા પાડ્યા છે.. પાકિસ્તાનના અઝહર નામના વ્યક્તિ સાથે ઉંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે સ્ટ્રિમિંગ કરવાના મામલે અમદાવાદ ઈડ્ઢ દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં ૨૦ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ સાથે આ કેસમાંસંડોવાયેલા કેટલાક ક્રિપ્ટો એક્સચેન્જની ઓળખ કરીને બે કરોડની ક્રિપ્ટો જપ્ત કર્યા છે જ્યારે રૂ.૧૨ કરોડ શોધી કાઢયા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઉંઝાના દિવ્યાંશુ પટેલ અને અમદાવાદનો આકાશ ગીરીની જૂન માસમાં ધરપકડ કરીને તપાસ કરતા બહાર આવ્યુ છે કે,હોટસ્ટાર સહિત પર પ્રસારણ થતી મેચોનુ ગેરકાદેસર સ્ટ્રિમિંગ વેબસાઈટ ઉપર કરાવીને ૨૧ બેંકોના ખાતામાં મોટાપાયે સટ્ટો રમાડતો હતો. જે કેનેડા, લંડન ,પાકિસ્તાન સહિત વિદેશોમાંથી કરાતુ હતુ આરોપીઓ દ્વારા વેબસાઇટમાં સંપર્ક કરવા માટે ૨૧ મોબાઇલ નંબરો અપાયા હતા જે નંબરો વેબસાઇટમાં પેમેન્ટના ઓપ્શનમાં વિવિધ બેંકના એકાઉન્ટો આપવામાં આવ્યા હતા.

આ તરફ ઈડી દ્વારા તપાસ કરતા દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં પગેરુ ફેલાયુ બહાર આવ્યુ હતુ. અમદાવાદ ઈડીના અધિકારીઓએ એક સામટા દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં સામટા દરોડા પાડીને ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે રૂ.૨ કરોડના ક્રિપ્ટો કરન્સી અટકાવી દીધા છે. આ ઉપરાંત ૧૨ કરોડની ક્રિપ્ટો કરન્સી શોધી કાઢીને ક્રિપ્ટો એક્સચેન્જને ટ્રાન્સફર નહીં કરવા માટે જણાવવામાં આવ્યુ છે.