શહેરા,
શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેકટરી પાછળ રમેશભાઈ નાનાભાઈ પરમારના ખેતરમાં આશરે 8 ફૂટ લંબાઇ ધરાવતો અજગર આવી ચઢ્યો હતો. જેને લઈને આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ખેતરમાં અજગર આવી ચઢ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા શહેરા વનવિભાગને કરવામાં આવતા શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલના માર્ગદર્શન હેઠળ ખાંડીયા રેન્જના ઇન્ચાર્જ જગદીશભાઈ અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમના મંજિત વિશ્ર્વકર્માએ ખાંડીયા ગામે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરી આશરે 8 ફૂટ લાંબા અજગરને પડકી પાડી સહી સલામત રીતે વિજાપુરના જંગલમાં છોડવામાં આવ્યો હતો.