ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદાના બેંક ખાતા ૧૭ વર્ષ પછી ખોલવામાં આવશે

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના બેંક ખાતા ૧૭ વર્ષ બાદ ખોલવામાં આવશે. ટેક્સ અધિકારીઓએ સોમવારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ બોર્ડ ઓફ રેવન્યુએ બેંકોને જીયાના ખાતા અનફ્રીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. એનબીઆરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય તત્કાલીન સેના સમથત રખેવાળ સરકાર દરમિયાન રચાયેલી પેનલની ભલામણ પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે ખાલિદા ઝિયા ૧૯૯૦થી બે વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ માર્ચ ૧૯૯૧ થી માર્ચ ૧૯૯૬ અને ફરીથી જૂન ૨૦૦૧ થી ઓક્ટોબર ૨૦૦૬ સુધીનો હતો. ખાલિદા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના હરીફ છે. ઓગસ્ટ ૨૦૦૭માં,એનબીઆરના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ સેલે બેક્ધોને બીએનપી ચેરપર્સન ખાલિદાના ખાતા ફ્રીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારથી તેમના ખાતા બંધ છે.બીએનપીએ ઘણી વખત ખાલિદાના બેંક ખાતા ખોલવાની માંગ કરી હતી, પરંતુ હસીનાના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન આ શક્ય બન્યું ન હતું.

બાંગ્લાદેશમાં તાજેતરની હિંસા દરમિયાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ૫ ઓગસ્ટે ભારત આવી હતી. હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશ અવામી લીગના ૧૫ વર્ષના શાસનનો અંત આવ્યો હતો. તે જ સમયે, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ૮ ઓગસ્ટે શપથ લીધા હતા. વચગાળાની સરકાર સત્તામાં આવતાની સાથે જ ૭૯ વર્ષીય ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના બંધ બેંક ખાતા ખોલવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

એનબીઆરના એક અધિકારીએ જણાવ્યું કે, તેમને ખાલિદાના વકીલ તરફથી એકાઉન્ટ્સ પર ફ્રીઝ હટાવવાની અરજી મળી હતી. ’તેના સંદર્ભમાં ટેક્સ સંબંધિત કોઈ તપાસ બાકી ન હોવાથી અમે બેંકોને તેના તમામ ખાતાઓ અનલોક કરવાની સલાહ આપી છે. અમે તેમને તાત્કાલિક પગલાં લેવા અને અનુપાલન અહેવાલ પ્રદાન કરવા કહ્યું છે.