કાશ્મીરમાં વહેલી સવારે ધરતી ધણધણી: માત્ર સાત મીનીટમાં ભૂકંપના બે આંચકા

કાશ્મીરમાં માત્ર સાત મીનીટના સમયગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ સર્જાયો હતો બારામુલ્લા ક્ષેત્રમાં અસર થઈ હતી. ભૂકંપથી જાનમાલને કોઈ નુકશાન ન થતા રાહત હતી. સિસ્મેલોજી વિભાગના સુત્રોએ કહ્યું કે, વહેલી સવારે ૬.૪૫ વાગ્યે ભૂકંપનો ૪.૯ ની તીવ્રતાનો પ્રથમ આંચકો અનુભવાયો હતો તેનું એપી સેન્ટર ઉતરીય કાશ્મીરનાં બારામુલ્લામાં હતું.

ભૂકંપનાં આંચકાથી લોકો ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા તેનો ફફડાટ દુર થાય તે પૂર્વે જ ૬.૫૨ મીનીટે ફરી વખત ધરતી ધણધણી હતી. આ આંચકાની તીવ્રતા ૪.૮ ની હતી અને તે ભૂકંપ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતો તેનું કેન્દ્ર બિન્દુ પણ બારામુલ્લામાં હતું.

ભૂકંપની તીવ્રતા નોંધપાત્ર હોવા છતાં જાનમાલને કોઈ નુકશાન થયુ ન હતું છતા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ભાગોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.