ગોધરાના આરટીઓ રોડ પર આવેલી ખાનગી શાળાનુ સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી શિક્ષકોના નામ એડિટ કરીને બદનામ કરતા અજાણ્યા ઈસમ સામે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના આરઈટીઆઈની પાછળ આવેલી જય યોગેશ્ર્વર સોસાયટીમાં રહેતા પંથીલ નિલેશભાઈ પંચાલે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યુ હતુ કે,તેઓ ગોધરા શહેરના આરટીઓ રોડ પર આવેલી અમન-ડે નામની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગત 5 ઓગસ્ટે અજાણ્યા ઈસમે અમન-ડે સ્કુલનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતુ. જેના પર વીડિયો એડિટ કરીને સ્કુલના શિક્ષકોના નામ એડિટ કરીને બદનામ કરવાના ઈરાદે વીડિયો અપલોડ કર્યો હતો. સમગ્ર મામલો શાળા સંચાલકોને ઘ્યાને આવતા મામલે પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ફેક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઈસમ સામે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.