ગોધરાના નાની કાંટડી ગામની જમીન પચાવી પાડવાના ષડયંત્રના આરોપીની જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા તાલુકાના નાની કાંટડી ગામની લગભગ 100 એકર જેટલી જમીન પચાવી પાડવાનુ કાવતરૂ રચનાર આરોપી ઈકબાલ અહેમદ મેંદાની રેગ્યુલર જામીન અરજી ગોધરાની પાંચમી એડિ.સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરાઈ હતી.

નાની કાંટડી ગામે 100 એકર જેટલી જમીન પચાવી પાડવાનુ મસમોટુ કોૈભાંડ સામે આવ્યુ હતુ. સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખોટુ પેઢીનામુ અને વારસાઈ કરીને જમીન પચાવી પાડવા માટે સમગ્ર કાવતરૂ રચવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી ઈકબાલ અહેમદ મેંદાએ રેગ્યુલર જામીન ઉપર મુકત થવા પામે પંચમહાલ જિલ્લાના પાંચમા એડિશનલ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને લઈને તપાસ કરનાર પોલીસ અધિકારી કોર્ટમાં એફિડેવિટ રજુ કર્યુ હતુ.

જેમાં આરોપી દ્વારા ભજવવામાં આવેલ ભુમિકા મુજબ આ સમગ્ર ગુનામાં ઈકબાલ અહેમદ મેંદાએ અન્ય આરોપી સાદીક અબ્દુલરઝઝાક અંધી સાથે રફીક અહેમદ ઈબ્રાહિમ મલેક મળાવી આ મિલ્કત બાબતે સાદીકભાઈ અંધીના કહેવાથી અરજદારે જમીન સંપાદનમાં એનઓસી માટે તેના નામથી બે અરજીઓ જમીન સંપાદનમાં કરી ખોટી નોંધ કરવા માટે અરજી કરી હતી. કોર્ટમાં આરોપીએ કરેલ રેગ્યુલર જામીન મેળવવાની અરજી પંચમહાલ જિલ્લાના પાંચમા એડિ.ડિસ્ટ્રિકટ કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ઈકબાલ અહેમદ મેંદાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી.