સંજેલી મઘ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં ભ્રષ્ટાચાર મામલે મામલતદાર સામે કાર્યવાહીની માંગ

સંજેલી તાલુકાના માંડલી, કલ્યાણપુરા, બોડીયાભીત,થાળા સંજેલી, મોટા કાળીયા, અન પીછોડા, મઘ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકેની જાહેરાત પાડવામાં આવી હતી. જેમાં સંજેલી મામલતદાર જે.પી.પટેલ દ્વારા નિયમ વિરોધ ગેરલાયક ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ મામલે વિધવા મહિલા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. તેમાં જણાવાયુ છે કે,ઉમેદવારોના રૂબરૂ ઈન્ટરવ્યુ બાદ તેમને આ મેરીટ લિસ્ટ જાહેરમાં નોટિસ બોર્ડ પર મુકવામાં આવ્યા નથી. માત્ર નામ પુરતા જ ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યુ હોય તેમ પોતાના અંગત મળતિયાઓ સાથે રાખી અને નાણાંની લેતી-દેતી કર્યા હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

મામલતદારે નિવૃત્તિના એક દિવસ પહેલા જ નિમણુંક ઓર્ડર કર્યા હતા. જેના ચાર દિવસ બાદ નિમણુંક ઓર્ડર આપવામાં આવ્યા છે. વિધવા મહિલાઓને ઓર્ડર ના થતાં તેઓ મામલતદાર કચેરી ખાતે ધસી જતાં મામલતદારે કચેરીના ઉપસ્થિત કર્મચારી દ્વારા હાથ અઘ્ધર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાંત કચેરીમાં પણ ધા કરાઈ હતી. સંજેલીના નિવૃત્ત મામલતદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી અને તેના નિવૃત્તિ પછીના લાભો સ્થગિત કરવા સાથે એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધિને જિલ્લા કલેકટર, પુરવઠા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરાઈ છે.