મહિસાગર જિલ્લામાં ધણા દિવસથી સસ્તા અનાજની દુકાનોમાં કનેક્ટિવિટી સાથે ડીવાઈસના પ્રશ્ર્નો અને હાલ ઓટસ્ટ માસમાં 1 થી 15 તારીખ સુધીમાં તેલ સહિતનો અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ રેશનકાર્ડ ધારકોનો તહેવાર બગડ્યો છે.
લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વિરપુર, અને બાલાસિનોર સહિતના તાલુકાઓમાં ગરીબ રેશનકાર્ડ ધારકો માટે તેલ, દાળ, ચણા સમયસર દુકાન ઉ5ર ન પહોંચતા તહેવાર ટાંણે અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. હાલમાં દિવાસો, રાંધણ, છઠ, શીતળા, સાતમ, અને રક્ષાબંધનના પર્વ ટાંણે તેલ તેમજ અન્ય જથ્થાથી વંચિત રહેતા દુકાનદારો અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ધર્ષણ ઉભુ થાય છે. મહિસાગર જિલ્લામાં અંદાજે 323 સસ્તા અનાજની દુકાનો આવેલી છે.
અને અંદાજે દોઢ લાખથી વધુ રાશન કાર્ડધારકોને સરકાર દ્વારા ધઉં, ચોખા સહિતની ચીજવસ્તુઓની વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ ગોડાઉન ઉપરથી સમયસર 15 તારીખ પહેલા જથ્થો ન પહોંચતા ગરીબ પરિવારોનો તહેવાર બગડ્ય છે. આવી સ્થિતિમાં તહેવાર ટાંણે છેલ્લા પાંચ-છ દિવસથી રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ધર્ષણ અને બોલાચાલી થતાં ફરિયાદો ઉઠવા પામી છે. તહેવારોને ઘ્યાનમાં લઈ ગુજરાત રાજય રાશન વિક્રેતા વેલ્ફેર એસો.ના મહામંત્રી નિલેશ પટેલ દ્વારા જિલ્લા ડીએસએમ અને જિલ્લા પુરવઠા શાખાને તેલ તેમજ ચણા-દાળનો જથ્થો સમયસર પહોંચાડવા માટે રજુઆત કરાઈ છે.