ગોધરા તાલુકાના સામલી ગામમાં રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યાને લઈ ગ્રામજનોએ જીલ્લા કલેકટરને રાત્રી ભોજન માટે આમંત્રણ

  • મધ્ય ગુજરાત વીજ કંપનીને અવારનવાર રજુઆત છતાં પરિણામ નહિ મળતાંં ગ્રામજનો કલેકટર કચેરી પહોંચ્યા.

ગોધરા તાલુકાના સામલી ગામે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મધ્યગુજરાત વીજ કંપનીને રજુઆત છતાંં કાર્યવાહી નહિ કરવામાં આવતાં ગ્રામજનો પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને કલેકટરને રાત્રી ભોજન માટે આમંત્રણ આપ્યુંં હતું.

ગોધરા તાલુકાના સામલી ગામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ગ્રામજનોને લઈ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. રાત્રીના સમયે લાઈટ ગુલ થઈ જતાં રાત્રીના સમયે ગ્રામજનોના જમવામાં ભારે તકલીફ વેઠવી પડે છે. લાઈટ ગુલ થઈ જતાં બાળકો અભ્યાસ કરી શકતા નથી. તેમાં પણ લાઈટ ન હોવાના કારણે વૃધ્ધ વ્યકિતઓને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. સામલી ગામમાંં વીજ પુરવઠો ખોરવાઈ જવાની કાયમી સમસ્યાને લઈ મધ્ય ગુજરાત વીજ તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં યોગ્ય નિકાલ આવેલ ન હોય જેને લઈ ગ્રામજનો મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ખાતે રાત્રીના સમયે રજુઆત માટે પહોંચ્યા હતા.

તેમ છતાં વીજ કંપની દ્વારા યોગ્ય પ્રતિઉત્તર નહિ આપવામાં આવ્યો હોય જેને લઈ ગ્રામજનો પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગ્રામજનોને વીજ પુરવઠો ખોરતા પડતી મુશ્કેલીઓને લઈ જીલ્લા કલેકટરને સામલી ગ્રામજનો દ્વારા રાત્રી ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે જોવનું રહે છે કે, સામલી ગામના ગ્રામજનોની વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યાનો ઉકેલ કેટલા સમયમાં નિકાલ કરશે.