- ફતેસિંહ ચૌહાણ દુર નહી પણ મતદારોના દિલમાં છે.
કાલોલ,
પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા ભાજપનો ગઢ છે. કાલોલ ભાજપનું સંગઠન અને કાર્યકરોનો જોટો ગુજરાતમાં ક્યાંય જડે તેમ નથી. ભાજપ સંગઠન અને કાર્યકરો આ વખતે ખૂબ જ ઉત્સાહ પૂર્વક કામ કરી રહ્યા છે અને તેમનું લક્ષ્ય છે. કાલોલ બેઠક ભાજપને ગુજરાતમાં સૌથી મોટી લીડ થી જીતાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાલોલ બેઠક ભેટ આપવી તેના માટે તમામ મોરચા ઘરે-ઘરે ફરી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષોમાં કોઈપણ જાતનું સંગઠન દેખાતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં મિટિંગમાં કોઈ આવતું નથી. જ્યારે ચારે તરફ ભાજપ ભાજપ અને ભાજપનો સર્વત્ર કેસરિયો દેખાઈ રહ્યું છે. તેવામાં વિરોધ પક્ષોએ પોતાની ડિપોઝિટ બચાવવા મથી રહ્યા છે અને ભાજપ સંગઠનને તોડવાને પ્રયત્ન કરી રહ્યા છે. કાલોલ ભાજપનું સંગઠન એવું છે કે જે ઘરે ઘરે અને દરેક મતદાર સુધી પહોંચ્યું છે. યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, મહિલા મોરચા જિલ્લા, તાલુકા પંચાયતના સભ્યો સરપંચો તેમજ યુવાનો જોરશોર થી ભાજપ અને કેસરિયા સિંહનો પ્રચાર થઈ રહ્યો છે. કાલોલ વિધાનસભા એક તરફી બની છે. ત્યારે વિરોધી પાર્ટીઓના ભૂતકાળો એવા છે કે કયા મોઢે પ્રજા સમક્ષ જવું તેમના નજીકના પરિવારજનો પણ ભાજપના પ્રચારમાં છે. તેવામાં કોઈ મુદ્દો ન જણાતા ફતેસિંહ ચૌહાણને આયાતી ઉમેદવાર ગણાવી રહ્યા છે. ત્યારે અન્ય ફતેસિંહ ચૌહાણ કાલોલ મત વિસ્તારના જ ઉમેદવાર છે. જ્યારે ઉમેદવારનો મત કાલોલમાં નથી તથા ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ ભ્રામક પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ મતદારો જાણી ગયા છે. ફતેસિંહ ચૌહાણ દૂર નહીં પણ મતદારોના દિલમાં છે. વડાપ્રધાન જેને ભગતના નામે ઓળખે છે તેવા ફતેસિંહ ચૌહાણ સેવાકીય કાર્યોમાં 108 થી પણ ઝડપી છે. અત્યાર સુધી કાલોલ ભાજપના ઉમેદવારો સાથે ઘોઘંબા તાલુકાનો મતદાર વર્ગ કોઈપણ જાતના વાંધા વગર તેમની સાથે રહ્યો છે. ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક ગણાતા અને ભગત તરીકે ઓળખાતા ફતેસિંહ ચૌહાણને ટિકિટ મળતા કાલોલ ભાજપ સંગઠને પાર્ટીનો નિર્ણય માંથે ચડાવી કાલોલનું કમળ જંગલી લીડ થી જીતાડી વડાપ્રધાનને ભેટ આપવાના કામે અગાઉ કરતાં પણ બમણા જોર થી લાગી ગયા છે. ત્યારે ઇજ્જત રૂપી ડિપોઝિટ બચાવવા માટે વિરોધ પાર્ટીના ઉમેદવારો રીતસરના હવાત્યા મારી રહ્યા છે. તેઓ ખોટી અફવા અને ખોટા પ્રચારથી ડિપોઝિટ બચી જાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.
કાલોલ સંગઠનના વિવિધ હોદ્દેદારો ભાજપ સાથે અને ફતેસિંહ ચૌહાણ સાથે છે. ઉમેદવાર કેટલા દુર છે તે કિલો મીટરથી નહીં મતદારો અને ઉમેદવાર વચ્ચેનો સ્નેહ ભર્યો સંબંધ નક્કી કરશે.