મોરબીના ચકચારી નિખિલ હત્યા કેસમાં ૯ વર્ષ બાદ સીબીઆઇને તપાસ સોંપાઈ

શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અગાઉ સ્થાનિક પોલીસ અને સીઆઈડીએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા નથી કે હત્યાનું કારણ પોલીસ જાણી ના શકી હોય જેથી પરિવારે સીબીઆઈ તપાસ માંગી હતી જેને હાઇકોર્ટે મંજુર કરી છે હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો હુકમ કર્યો છે

તા. ૧૫-૧૨-૨૦૧૫ ના રોજ શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાનો ૧૩ વર્ષનો પુત્ર નિખિલ તપોવન વિદ્યાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ના હતો અને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં એક ઇસમ બ્લેક એક્ટિવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતી બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

જે હત્યા કેસની પોલીસે તપાસ ચલાવી હતી જોકે નિખિલના હત્યારા કોણ છે તેના સુધી પોલીસ પહોંચી સકી ના હતી કે કારણ પણ જાણી ના શકી હતી નિખિલ સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય થયાનું પણ પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું

જેથી પરિવારની માંગણીને ધ્યાને લઈને તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી પરંતુ સીઆઇડી ટીમે પણ વર્ષો સુધી તપાસ ચલાવ્યા બાદ કોઈ પરિણામ લાવી શકી ના હોય જેથી પરિવારે સીબીઆઇ તપાસ માંગી હતી હાઇકોર્ટે નિખિલ હત્યા કેસમાં વર્ષોની તપાસ બાદ પણ સીઆઇડી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના હોવાનું નોંયું હતું અને પરિવારની માંગણી સ્વીકારી કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો છે