સાગઠિયાની જેલમાંથી પણ ગઠિયાબાજી, બહેને જેલમાં આપી ચિઠ્ઠી

ચોર ચોરી સે જાયે, પર હેરાફેરી સે ન જાયે તે કહેવત સાગઠિયા પર બિલકુલ બંધ બેસતી લાગે છે. ટીઆરપી મોલ કાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા રાજકોટના ટીપીઓ સાગઠિયાનું વધુ એક કરતૂત સામે આવ્યું છે. રક્ષાબંધનની રાખડી બાંધવા માટે સાગઠિયાને જેલમાં મળવા માટે તેની બહેન આપી હતી. તેની બહેને અચાનક જ સાગઠિયાને ચિઠ્ઠી આપી હતી, પણ સાગઠિયાની બહેનની ચાલાકી જેલની પોલીસની નજરમાં આવી ગઈ હતી. પોલીસે તરત જ આ ચિઠ્ઠી તેમના કબ્જામાં લઈ લીધી હતી. આ ચિઠ્ઠી હવે જેલના તંત્રના કબ્જામાં છે.

જો કે જેલના તંત્રએ શું લખ્યું હતું તેની માહિતી આપી નથી. તેના લીધે રહસ્યના અનેક વમળો સર્જાયા છે. આના પરથી તે સંભાવના પ્રબળ બની છે કે સાગઠિયા જેલની અંદરથી પણ સેટિંગની ગતિવિધિઓ કરે છે. હાલમાં તો જેલના તંત્ર પાસે સાગઠિયાની આ જ ચિઠ્ઠી પકડાઈ છે.

આ ચિઠ્ઠી તે પુરવાર કરે છે કે જેલમાં બેઠાબેઠા પણ સાગઠિયાના અનેક વહીવટો જારી છે. હવે તે કોના વહીવટ કરે છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ વહીવટ તેનો પોતાનો છે કે તે બીજાના વહીવટ કરે છે તેનો કોઈ ફોડ હજી સુધી સ્પષ્ટ થયો નથી.

હવે જો આ ચિઠ્ઠી જાહેર થાય તો ઘણા બધા રહસ્યો પર પ્રકાશ પડી શકે છે. પણ આ જેલનું તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હવે સાગઠિયાની બહેનની ચિઠ્ઠી પરથી લાગે છે કે સાગઠિયાનું કામકાજ અટકી ગયું નથી. જેલમાં બેઠાબેઠા પણ તેનો કારોબાર ચાલે જ છે.

સાગઠિયા જેલમાં ગયો તો પણ તેનું કુટુંબ જે ધામધૂમથી તહેવારો મચાવી રહ્યુ છે તે બતાવે છે કે સાગઠિયાની કમાણી હજી ચાલુ છે, પણ તેના ોતની તંત્રને ખબર નથી અથવા તો ખબર છે તે લોકો પણ કદાચ તેના રાજકીય પીઠબળના ડરના લીધે ચૂપ છે.

આ બતાવે છે કે શું ભ્રષ્ટાચાર કરનારા આટલા બિન્દાસ્ત છે. સાગઠિયા હજી પણ આટલો બેખૌફ કેમ છે. તેના નાણાકીય વ્યવહારોને લઈને આગળ કેમ કોઈ કાર્યવાહી થતી નથી કે પછી સાગઠિયા પછી ફક્ત બલિનો બકરો જ છે.થોડો સમય થશે અને બધાના સ્મૃતિપટલ પરતી ટીઆરપી મોલ કાંડ ભૂંસાઈ જશે પછી આ જ સાગઠિયા જામીન પર બહાર ફરતો હશે તેવા અનેક સવાલો હવામાં છે.