શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનાં તહેવારને લઈ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર ખાતે આ સોમવારે પણ શ્રદ્ધાળુઓ છે તે મોડી રાત્રી થી જ મહાદેવના મંદિરે પહોચી ગયા હતા. વહેલી સવારે ૪ કલાકે જ શ્રદ્ધાળુઓ ની મોટી ક્તારો મંદિર પરિસર મા જોવા મળી હતી
અનેક શિવ ભક્તો પગપાળા ચાલતા ચાલતા જ કિલો મિટરો દૂર થી સવારે મંદિર ખાતે પહોંચી મહાદેવ સામે રૂબરૂ થયા હતા ખાસ કરી ને આજે રક્ષા બંધન નો પવિત્ર તહેવાર અને રજા નો દીવ હોવના કારણે મોટી સનખયમાં બહેનો પણ દર્શને પહોંચી પોતાના ભાઈ ના લાંબા આયુષ્ય ની કામના કરી હતી વહેલી સવારે ૭ વાગ્યાની આરતીમા હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યાં હતા.
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિલગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. તો સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા.
ચોટીલાના ઐતિહાસિક ઝરીયા મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. ચોટીલા થી આશરે ૧૫ કિલોમીટર દૂર પર્વતમાળાઓ વચ્ચે આવેલું ઐતિહાસિક ઝરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો ઉમટી પડ્યા હતા.
કુદરતી વાતાવરણ વચ્ચે પહાડોમાંથી કુદરતી રીતે શિવલિંગ પર પાણી ઝરીને અભિષેક થતો હોવાથી આ મંદિર ઝરીયા મહાદેવ તરીકે પંથકમાં પ્રચલિત બન્યું છે. લોક વાયકામાં પાંડવ કાળથી આ મંદિર અહીં હોવાનું કહેવાય છે. આખો શ્રાવણ માસ રાજકોટ, ભાવનગર, મુંબઈ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં અહીં મહાદેવજીના દર્શને આવે છે અને ઝરીયા મહાદેવ મંદિરના દર્શન કરી અભિભૂત થાય છે
ઊંઝા ઉમિયાધામમાં રક્ષાબંધનને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારથી દૂર દૂરથા ભક્તો માં ઉમિયાનાં દર્શનાર્થે પહોચ્યા હતા. માં ઉમિયાનાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. માં ઉમિયાનાં દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. માં ઉમિટા કડવા પાટીદારોનાં કુળદેવી છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર અને સિહાસને નાળિયેરીના પાનનો દિવ્ય શણગાર કરાયો છે. તેમજ સંતોએ હરિભક્તોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી. ત્યારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પૂણમાં અને રક્ષાબંધનનાં પાવન પર્વ નિમિત્તે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. વહેલી સવારથી ભગવાન શામળિયાનાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભક્તો રક્ષાબંધન નિમિત્તે ભગવાન માટે રાખડી લઈને આવ્યા હતા. ભગવાન સન્મુખ ભક્તોએ રાખડી અર્પણ કરી હતી. બપોરે ૨ વાગ્યા બાદનાં શુભ મુહૂર્તમાં ભગવાનને રાખડી બંધાશે. હજારો ભક્તોની રક્ષાનાં તાંતણે શામળાજી બંધાશે. વહેલી સવારથી હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા.