લુણાવાડા,
આજરોજ લુણાવાડાની પવિત્ર ધરતી પર 122 લુણાવાડા વિધાનસભાના ભાજપા ઉમેદવાર જીગ્નેશકુમાર સેવકના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં વિશાળ અને ઐતિહાસિક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હજારોની સંખ્યામાં લુણાવાડાવાસીઓએ યોગી આદિત્યનાથજીનું સ્વાગત અને અભિવાદન કર્યું. જેમાં જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા, સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, મંડળ પ્રમુખો, પંચાયત પ્રમુખો, હોદ્દેદારઓ તથા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.