દાહોદ એલસીબી પોલીસે એકદજ દિવસામાં ધાનપુર તેમજ લીમખેડા તાલુકામાંથી વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે કુલ રૂા.1,70,615નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા વિગેરે જેવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે એકજ દિવસમાં ધાનપુરના નાકટી ગામે શેરડીના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતરમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.915 કિંમત રૂા.1,44,465નો વિદેશી દારૂ કબજે કર્યો હતો જ્યારે લીમખેડાના હાથીયાવન ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂનો બોટલો નંગ.60 કિંમત રૂા. 26,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બંન્ને બનાવમાં પોલીસે ગોપાલભાઈ પર્વતભાઈ બારીયા અને રમેશભાઈ કલાભાઈ કટારા વિરૂધ્ધ દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.