દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવણા ગામે જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા 05 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 9,800ની રોકડ રકમ સાથે 03 મોબાઈલ ફોન મળી કુલ પોલીસે કુલ રૂા.22,610નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.18મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના ઉધાવળા ગામે નાકટી ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં રમતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી પોલીસે જુગાર રમી રહેલા ઈશ્માઈલુ રસુલભાઈ ભીખા, સત્તારભાઈ ઉર્ફે બોખો અબ્દુલાભાઈ શુક્લા, નિશારભાઈ મજીદ શુક્લા, ફિરોજભાઈ સત્તરભાઈ મેચાઉ અને ઈકબાલ નાનાભાઈ રસીદવાળાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 9,800ની રોકડ રકમ સાથે 03 મોબાઈલ ફોન મળી કુલ રૂા.22,610નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.