રક્ષાબંધન અને બળેવના પવિત્ર તહેવારને લઇને ગોધરા શહેરના બ્રહ્મ સમાજ એકમ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિતનો કાર્યક્રમ યોજાયો

શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષબંધન અને બળેવનો પવિત્ર તહેવાર. આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. તો બ્રાહ્મણ બંધુઓ પણ આ જ દિવસે પોતાની યજ્ઞોપવિત બદલતા હોય છે. યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ મોટાભાગે સમૂહમાં કરવામાં આવતો હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમ દ્વારા આજે શહેરના અંકલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓએ સામુહિક વેદ મંત્રોચ્ચાર કરી, વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર દેવી દેવતા, ઋષિ મુનિ ઓની પૂજા અર્ચના કરી પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં મોટાથી માંડી બાળકો એ પણ હાજર રહી યજ્ઞોપવિત બદલી હતી. યજ્ઞોપવિત પરિવર્તિતના આ કાર્યક્રમ બાદ એકમ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા બળેવ નિમિત્તે યજ્ઞો પવિત્ર પરિવર્તન કાર્યક્રમ દર વખતની જેમ ચાલુ વર્ષે પણ અંકલેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યો. આ ધાર્મિક કાર્યક્રમના દાતા ગોપાલભાઈ ઉપાધ્યાય છે. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ગોધરા પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના જિલ્લા પ્રમુખ કુણાલભાઈ ત્રિવેદી, બ્રહ્મ સમાજના આગેવાનો પ્રકાશભાઈ દીક્ષિત, કકુલભાઈ પાઠક, મનોજભાઈ જોશી, વિનાયક શુક્લ ,જેપી ત્રિવેદી, ડોક્ટર શ્યામ સુંદર શર્મા ,કેતન ખંભોળજા રાકેશ વ્યાસ, જયદીપ ગોર તેમજ વિવિધ ગોળના બ્રાહ્મણો ના કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્તિકભાઈ ત્રીવેદી અને નયનેશભાઈ દવેએ શુભેચ્છા પાઠવી હતી.