પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના આઇટીઆઇની પાછળ આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા પંથીલ નિલેશભાઈ પંચાલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ગોધરા શહેરના આરટીઓ રોડ પર આવેલી અમન ડે નામની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, ત્યારે ગત 5 ઓગષ્ટ બપોરે અઢી વાગ્યાના સુમારે અજાણ્યા ઈસમે અમન ડે સ્કુલનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું, જેના પર વિડિયો એડિટ કરીને સ્કૂલના શિક્ષકોના નામ એડીટિંગ કરીને બદનામ કરવાના ઇરાદે વિડિયો અપલોડ કર્યો હતો, સમગ્ર મામલો શાળા સંચાલકોને ધ્યાને આવતા મામલો પોલીસમથકે પહોંચ્યો છે, જેમાં ફેક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઇસમ સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે તા 18 ઓગસ્ટ રવિવારે સવારે સાડા અગિયાર કલાકે ફરિયાદ નોંધાવા પામી છે .