તુર્કીમાં સંસદભવનની ફર્શ પર લોહી છંટાયું સંસદમાં સાંસદો વચ્ચે અસામાન્ય મારામારી

જેલમાં બંધ કરાયેલા વિપક્ષી નેતાના સાંસદ તરીકેના અધિકારો અને કેટલીક મુક્તિઓ દૂર કરવાના મુદ્દે શુક્રવારે તુર્કીની સંસદમાં સાંસદો વચ્ચે પહેલાં અસામાન્ય જીભાજોડી શરૂ થઈ હતી અને પછી તો સાંસદો મારામારી પર આવી ગયા હતા. અર્ધાકલાકથી વધુ સમય સુધી ચાલેલી આ મારામારીમાં બે સાંસદો તો ફર્શ પર પટકાઈ પડયા હતા, અને તેઓને માથામાં ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. આમ દેશનાં સંસદગૃહની ફર્સ રક્ત-રંજિત બની ગઈ હતી.

વાત એમ હતી કે વિપક્ષી નેતા અને સાંસદ કાન અટલે જેઓને અત્યારે કારાવાસમાં નાખી દેવાયા છે. તેઓના સાંસદ તરીકેના અધિકારો અને તેમને મળતી કેટલીક મુક્તિઓ પાછાં ખેંચાતાં કેટલાએ સાંસદો વિશેષત: ડાબેરી સાંસદો ભડકી ઊઠયા હતા. પહેલાં શાસક પક્ષ જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી અને ડાબેરી વર્કર્સ પાર્ટી ઓફ તુર્કીના સાંસદો વચ્ચે ઊગ્ર ટપાટપી થઈ પછી એકબીજાની ટાઈઓ ખેંચવા લાગ્યા પછી તો રીતસરની છુટ્ટાહાથની મારામારી જ થઈ ગઈ તેમાં બંને પાર્ટીના એક એક સાંસદ ફર્શ પર પટકાતાં બંનેનાં માથાં માંથી લોહી વહેવા લાગ્યું સંસદ ભવનની ફર્શ રક્ત-રંજિત બની રહી.

કહેવાની જરૂર પણ નથી કે અયક્ષે તુર્ત જ સંસદ અચોક્કસ મુદ્દત માટે મોકુફ રાખી દીધી હતી.