આ માત્ર ગુજરાતની ચૂંટણી નથી પરંતુ ૨૦૨૪માં યોજાનાર લોક્સભા ચૂંટણીની સેમીફાઇનલ છે: હિમંતા બિસ્વા સરમા

અમદાવાદ,

ગુજરાતમાં યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ સીટો પર મતદાન થશે. તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે. આજે આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઇ મોદી આગામી સમયમાં ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથવીધી કરવાના છે. મહારાષ્ટ્ર રાજ્યમાં એન.સી.પી. ની સરકાર સમયે શ્રદ્ધા મર્ડર કેસ અંગે દાખલ કરેલ રજૂઆતને યાને લેવામાં આવી નહતી.

કોંગ્રેસ હંમેશાથી તુષ્ટીકરણની રાજનીતિ કરતી આવી છે અને તુષ્ટીકરણની રાજનીતિ કરવી તે તેમની આદત છે અને આવી રાજનીતિના કારણે જ શ્રદ્ધા મર્ડર કેસ જેવી ઘટનાઓ બનતી હોય છે. દેશમાં કોંગ્રેસે જે ઇકો સીસ્ટમ આપી હતી તેમાં લવ જેહાદ જેવી ઘટનાઓ સરળતાથી કરી શક્તા હતાં અને એટલા માટે જ દેશમાં લવ જેહાદ વિરૂધ કાનૂન લાગુ કરવાની જરૂરીયાત છે અને આ કાનૂન જો કોઇ લાવી શકે તેમ હોય તો તે માત્ર ભાજપ સરકાર જ લાવી શકે છે. લવ જેહાદ કાનૂન સાથે યુનિફોર્મ સિવીલ કોડ લાગુ કરવાની જરૂરીયાત છે. કોંગ્રેસના શાસનમાં જવાહરલાલ નહેરૂએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા દીધુ ન હતું.

ગુજરાત રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ તરફી જે પહેલ કરી છે તે સરાહનીય છે. ૨૦૧૪થી ભારતે જે જોયું છે તે ભારત ને ખોખલું કરવાની જે તાકાત કામ કરી હતી તેને ખતમ કરવાનું કામ જો કોઇએ કર્યું હોય તો તે નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી આતંકવાદને ખત્મ કરવાનું કામ કર્યું છે જ્યારે કોંગ્રેસ હંમેશા આતંકવાદને પોષતી હતી. આજે દેશની સામે કોઇ પણ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર આંખ ઉંચી કરવાની હિંમત કરી શક્તું નથી.

હિમંતા બિશ્ર્વા સરમાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની આગેવાની હેઠળ દેશની આન, બાન અને શાન એવા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની એક ઝાટકે કોઇપણ જાતની જાનહાની થયા વગર કાઢી નાંખી છે. ગુજરાતના સંકલ્પ પત્રમાં એન્ટી રેડીકેલાઇઝનેશ દૂર કરવાની વાત કરી છે. આવી એન્ટી રેડીકેલાઇઝન વિરૂધ કામ કરવાની હિંમત દર્શાવવી એ સાચા અર્થમાં સરાનીય છે જેનાથી તુષ્ટીકરણની રાજનીતિ અને આતંકવાદ સમક્ષ લડવા માટે બળ મળશે. ગુજરાત એ દેશના નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીતાના કારણે આજે વિશ્વના ૨૦ દેશોનું નેતૃત્વ ભારતને કરવાની તક મળી છે અને ગુજરાતમાં પહેલીવાર ઓલમ્પીક રમાવવા જઇ રહી છે.

ગુજરાત રાજ્યના સંકલ્પ પત્રમાં ગરીબો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાનો ખર્ચ રૂ. ૫ લાખ થી વધારી રૂ. ૧૦ લાખની જોગવાઇ કરવાની જે પહેલ કરી છે તેને અનુસરી દેશના અન્ય રાજ્યો પણ લાગુ કરવાની હિંમત દાખવશે.

આજે ગુજરાતના સપૂત સમગ્ર દેશમાં એક્તાનો ભાવ જનતા જનાર્દનમાં જાગે, જનતા જનાર્દનની સુખાકારી વિષે વિચારનાર પ્રધાનમંત્રી ભારત દેશને ગુજરાતે આપવા બદલ આભાર માન્યો હતો. ગુજરાતમાં યોજાઇ રહેલ ગુજરાતમાં યોજાઇ રહેલ આ ચૂંટણી માત્ર ગુજરાતની ચૂંટણી નથી પરંતુ વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોક્સભાની ચૂંટણીનું સેમીફાઇનલ છે ત્યારે ગુજરાતમાં ૧૫૦થી વધુ કમળો અને ૨૦૨૪માં યોજાનારી લોક્સભાની ચૂંટણીમાં ૪૦૦થી વધુ કમળો ગુજરાત વિધાનસભા અને દેશની લોક્સભામાં જવાના છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.