રેશમના દોરાઓએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વર્ચ્યુઅલ રાખડીઓને પાછળ પાડી દીધી છે. વોટ્સએપ, ફેસબુક, સ્કાઇપ, ટેલિગ્રામ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બાજુમાં રાખીને બહેનોએ ભાઈઓના કાંડા સજાવવા માટે ડાક દ્વારા રંગબેરંગી રાખડીઓ મોકલવાનું પસંદ કર્યું છે. પોસ્ટ ઓફિસ પણ આ માટે તૈયાર છે અને તમામ તૈયારી કરી લીધી છે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદ ના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, અમદાવાદ ક્ષેત્રમાંથી અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ રાખડીઓ વિવિધ પોસ્ટ ઓફિસ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી છે. રક્ષાબંધનના એક દિવસ અગાઉ રવિવારે પણ ડાક વિતરણ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ પણ ભાઈના કાંડા સુના ન રહે.
રાખડીનો ક્રેઝ દેશની સીમા પાર વિદેશોમાં પણ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટઓફિસોથી વિદેશોમાં સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર્ડ ડાક દ્વારા મોટા પ્રમાણમાં રાખડીઓ મોકલવામાં આવી રહી છે. લગભગ ૧.૫ લાખ રાખડીઓ અમદાવાદ ક્ષેત્ર હેઠળનીપોસ્ટ ઓફિસ દ્વારા વિદેશ માટે બુક કરવામાં આવી છે. તેમાં મોટા ભાગની રાખડીઓ સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, કેનેડા, રશિયા, યુએઇ, જર્મની, જાપાન, ચીન વગેરે દેશોમાં મોકલવામાં આવી છે. વિદેશમાં રહેનાર બહેનો પણ પોતાના ભાઈઓને રાખડીઓ મોકલાવી રહી છે, જેને પોસ્ટ ઓફિસ દ્વારા તાત્કાલિક વિતરણ કરવામાં આવી રહી છે.વિદેશોમાંરાખડીઓ મોકલવા માટે બહેનો અગાઉથી જ તૈયારીઓ કરવા લાગે છે, જેથી સમયસર ભાઈઓને રાખડી મળી રહે અને તેમના કાંડા સુના ન રહે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે રાખી ડાકની બુકિંગની સાથે સાથે વિશેષ સોટગ અને ત્વરિત વિતરણ માટે પોસ્ટ ઓફિસો ની સાથે સાથે , રેલવે મેઈલ સવસ અને નેશનલ સોટગ હબ સુધી વિશેષ વ્યવસ્થા કરી છે. પત્રો દ્વારા ખુશીઓ ફેલાવતા પોસ્ટ વિભાગે આ સંબંધોને નવા માપદંડ પર પણ આગળ વધાર્યા છે.