અમદાવાદ ઈડીની દિલ્હી, ગુડગાંવમાં કાર્યવાહી, બેન્ક ખાતામાં રૂ. ૪૯ કરોડ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને વીરટોરસ પેમેન્ટ સોલ્યુશન એલએલપીની શંકાસ્પદ કામગીરી અંગે બાતમી મળતા ઇડીએ અમદાવાદ ઉપરાંત દિલ્હી અને ગુડગાંવમાં દરોડા પાડ્યા છે. ઇડીએ દિલ્હી અને ગુડગાંવમાં ચાર જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઇડીએ ગેરકાયદેસર ગેમિંગ એપ્લિકેશનને લઈને સર્ચ ઓપરેશન કર્યુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઇડીએ બેક્ધ ખાતામાં રૂ. ૪૯ કરોડ જપ્ત કર્યા છે. સર્ચ દરમિયાન ડિજિટલ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. ઇડીએ વીરટોરસ પેમેન્ટ સોલ્યુશન એલએલપીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સુરતના રહેવાસી શૈલેષ ભટ્ટની ૨૦૧૭ના બિટકોઈન ખંડણીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ , ૨૦૦૨ હેઠળ ધરપકડ કરી હતી. એજન્સીની નોંધ મુજબ ભટ્ટે કથિત રીતે ૨,૦૯૧ બિટકોઇન્સ, ૧૧,૦૦૦ લાઇટકોઇન્સ અને રૂ. ૧૪.૫ કરોડ રોકડની ઉચાપત કરી હતી, જેની કુલ કિંમત રૂ. ૧,૨૩૨.૫ કરોડ હતી.

ઉલ્લેખનીય છે કે ઈડીએ ૨૦૧૭-૧૮માં બિટકનેક્ટ કોઈનમાં રોકાણ કરવા માટે લોકોને લલચાવીને બિટકનેક્ટ કોઈનના પ્રમોટર સતીશ કુંભાણી દ્વારા જનતા સાથે છેતરપિંડી કરવાના મામલે સીઆઇડી ક્રાઈમ, સુરત દ્વારા નોંધાયેલી બે એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી. . ત્યારપછી, સતીશ કુંભાણીએ જાન્યુઆરી ૨૦૧૮ માં બિટકનેક્ટ કોઈનનું વેચાણ અને ધિરાણ પ્લેટફોર્મ અચાનક બંધ કરી દીધું, આમ જનતાના નાણાંની છેતરપિંડી કરી અને ભાગી ગયો,” એજન્સીની નોંધ કહે છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે ભટ્ટે કુંભાણીના બે કર્મચારીઓનું તેમના રોકાણો વસૂલવા માટે અપહરણ કર્યું હતું અને તેમની મુક્તિના બદલામાં ક્રિપ્ટોકરન્સી અને રોકડની ઉચાપત કરી હતી.

ભટ્ટે એજન્સીને જણાવ્યું હતું કે તેણે ગુનાની આવક, લગભગ રૂ. ૨૮૯ કરોડ, તેના સાથીદારોને વહેંચી દીધા હતા. તેનો ઉપયોગ સ્થાવર મિલક્ત, સોનું અને અન્ય સંપત્તિ ખરીદવા માટે થતો હતો. આ કેસના સંબંધમાં ઈડ્ઢએ અત્યાર સુધીમાં લગભગ ૪૪૨ કરોડ રૂપિયાની જંગમ અને જંગમ મિલક્તો જપ્ત કરી છે. ભટ્ટને સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.