ગિરિરાજ સિંહે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા સીએમ મમતાના રાજીનામાની માંગ કરી

પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાના કેસમાં ભાજપ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા સીએમ મમતાના રાજીનામાની માંગ કરી છે.

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તરીકે જાણીતા ગિરિરાજ સિંહે પશ્ર્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહ્યું, “આ ખૂબ જ વિચિત્ર છે અને મને આશ્ર્ચર્ય થાય છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે, મુખ્યમંત્રી (મમતા બેનર્જી) આરોગ્ય મંત્રી છે, કાયદો અને ઓર્ડર તે તેના હાથમાં છે અને તે સત્તામાં છે જો તે તેને સંભાળી ન શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએપ જો તેને સત્તા પરથી હટાવવામાં નહીં આવે તો બંગાળ બીજું બાંગ્લાદેશ બની જશે.

પશ્ર્ચિમ બંગાળનાબીઆઈ હવે આ કેસની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ૧૬ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કોલકાતાના મૌલાલીથી ડોરિના સ્ક્વેર સુધી એક વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં આરજી મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યા કરાયેલ મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી.સીબીઆઈ હવે આ કેસની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે અહેવાલ મુજબ, સીબીઆઈ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની કોલ ડિટેઈલ અને ચેટની માહિતી એકત્ર કરી રહી છે. સીબીઆઈએ શનિવારે મોડી રાત સુધી ઘોષની લગભગ ૧૩ કલાક પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર સીબીઆઇ ઓફિસરે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને પૂછવા માટે પ્રશ્ર્નોની યાદી તૈયાર કરી છે.