પેરિસથી ઘરે પરત આવેલી વિનેશ ફોગાટના સ્વાગત કાર્યક્રમ દરમિયાન રેસલર બજરંગ પુનિયા વિવાદમાં આવ્યો છે. વિનેશ ફોગાટને આવકારવા માટે લાવવામાં આવેલી જી-વેગન કારના બોનેટ પર તિરંગાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બજરંગ કારના બોનેટ પર ચઢી ગયો હતો. તિરંગાનું પોસ્ટર તેના પગ નીચે આવી ગયું હતું.
આ વીડિયો વાયરલ થતા જ બજરંગ ટ્રોલ થવા લાગ્યો હતો. યુઝર સુધીર મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું બજરંગ કેટલી જલ્દી નેતા બનવાની ઉતાવળમાં છે? આ વ્યક્તિને તિરંગો પણ દેખાતો નથી.
યૂઝરે ધ હોક આઈ લખ્યું- બજરંગ પુનિયા તિરંગાના પોસ્ટર પર ઉભો છે. દીપેન્દ્ર હુડ્ડાએ પણ તેને રોક્યો નહીં.યુઝર વૈભવ ભોલાએ લખ્યું- બજરંગ પુનિયા દેશનું ગૌરવ એવા તિરંગા વજ પર પગ મૂકીને ઉભો છે. હવે આપણે આ કુસ્તીબાજ વિશે શું કહી શકીએ? યુઝર આદિત્યએ લખ્યું- પહેલા તમે પદ્મશ્રીનું અપમાન કર્યું અને હવે તમે દેશના તિરંગા પર ઉભા છો. બજરંગ પુનિયાને થોડી શરમ આવવી જોઈએ.યુઝર આશિષ પાંડેએ લખ્યું- આ બજરંગ પુનિયા છે. એવું તો કેવું સ્વાગત કરો કે તિરંગાનું અપમાન કરી દો?
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ અયક્ષ બ્રિજ ભૂષણ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકના નેતૃત્વમાં આ અંગે આંદોલન થયું હતું. કુસ્તીબાજોએ પહેલા જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ કેસ નોંયો હતો. આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
બ્રિજભૂષણના નજીકના સંજય સિંહ ડબ્લ્યુએફઆઇની ચૂંટણીમાં અયક્ષ તરીકે ચૂંટાયા હતા. જે બાદ બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. આ પત્રમાં બજરંગે ભારતીય કુસ્તી સંઘના અયક્ષ પદ પર બ્રિજભૂષણના નજીકના સંજય સિંહની જીત સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાક્ષી મલિકે પણ કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી હતી. વડાપ્રધાન આવાસમાં એન્ટ્રી ન મળતા બજરંગે પોતાનો એવોર્ડ સામે ફૂટપાથ પર રાખ્યો હતો.
જ્યારે બજરંગ પુનિયા એવોર્ડ પરત કરવા માટે પીએમ આવાસ પહોંચ્યા તો ત્યાં હાજર પોલીસે તેમને અંદર જતા રોક્યા હતા. બજરંગ પુનિયા ગયા વર્ષે ચીનમાં હાંગઝોઉ એશિયન ગેમ્સની સેમિફાઇનલ મેચમાં હારી ગયો હતો. એટલું જ નહીં, બ્રોન્ઝ મેડલ મેચમાં પણ બજરંગને જાપાની રેસલર કે. યામાગુચીએ ૧૦-૦થી હરાવ્યો હતો. તેની હાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો ગુસ્સે થયા હતા, કારણ કે તેણે એશિયન ગેમ્સમાં ભાગ લેતા પહેલા કોઈ સ્પર્ધાત્મક મેચમાં ભાગ લીધો ન હતો. ટ્રાયલ વિના આ ગેમ્સ માટે ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરવા બદલ તેની ટીકા પણ થઈ હતી.