બુલંદશહેરમાં અકસ્માત, બસ અને મેક્સ વાહન વચ્ચે ટક્કર, ૧૦ લોકોના મોત

બુલંદશહેરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને મેક્સ વાહન વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. વાહનોની અવરજવર થંભી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, તમામ લોકો ગાઝિયાબાદની એક કંપનીમાંથી મેક્સ વાહનમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા અલીગઢ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે ઘરે પહોંચે તે પહેલા જ બુલંદશહરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડવેઝ બસ અને મેક્સ વાહન વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.