શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનદારોના તાલૂકા ફેર પ્રાઈસ શોપ એસોસીએશન દ્વારા કામગીરી ઓફલાઈન કરવાની માંગણી

શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનદારો ના  તાલૂકા ફેર પ્રાઈસ શોપ એસોસીએશન દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં સસ્તા અનાજના  દુકાનદારોએ નેટ ની સમસ્યા અને અમુક રેશનકાર્ડ ધારકોના  ફિંગર ના આવતા હોવાને લઈને વિતરણની કામગીરી ઓફલાઈન કરવાની માંગણી કરી હતી.

શહેરા તાલુકામાં ૭૦થી વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ સસ્તા અનાજના દુકાનદારો કોરોના કહેર વચ્ચે પણ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ સહિતનો જથ્થાનુ વિતરણ મહિના મા બે વખત રાબેતા  મુજબ કરવામા આવી રહયુ છે. મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજના દુકાનદારો એકત્રિત થયા હતા. શહેરા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન ના જીગ્નેશભાઈ પાઠક, રફીક ભાઈ દુલી, હસમુખભાઈ વણકર , પ્રભાતસિંહ પટેલિયા અને બી.એ.જાદવ સહિતનાઓ એ મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ ને આવેદનપત્ર આપ્યુ હતુ. આવેદનપત્રમા “આખા દેશ અને દુનિયામા કોરોનાની મહામારી ચાલી રહી છે.આ વાયરસ ગામડા અને શહેરમા મોટા પ્રમાણમા વધી ગયેલ છે.હાલમા સરકાર તરફથી મહિનામા બે વાર વિતરણ કરવાનુ હોય વાયરસની અસર દૂકાનદારોને લાગવાની શકયતા દર્શાવી છે.તેમજ ઘણીવાર નેટ ની સમસ્યા અને આધાર એરર  સમસ્યાને કારણે રેશનકાર્ડ ધારકોને એક કરતા વધુ વખત અંગૂઠા મૂકવો પડતો હોય છે.આમ બધી સમસ્યા સામનો કરવાથી કોરોનાનો ચેપ લાગવાની શકયતા રહેલી છે.જેથી ઓફલાઇન અનાજનુ વિતરણ કરવાની મંજૂરી આપવામા આવે તેવી માંગ સસ્તા અનાજની દૂકાનના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે  ઉપસ્થિત દુકાનદારોએ મામલતદાર સમક્ષ કોવીડ 19 ના નિયમોનું પાલન સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કરવામા આવી રહયુ છે.ત્યારે ઓફલાઈન વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

રિપોર્ટર : તુષાર દરજી