તારીખ 17 ઓગસ્ટનાં રોજ રાત્રીનાં 8 કલાકે દેશ-વિદેશમાં ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર “કાજલ ઓઝા વૈધ”ની ઉપસ્થિતી તેમજ ગોધરા શહેરનાં લોકલાડીલા ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત શહેરના સહકારી સંસ્થાઓના ચેરમેન અને ડીરેકટરઓ તેમજ બેંકના ખાતેદારો,ગ્રાહકો, નિવૃત કર્મચારીઓ અને બેંકના બોર્ડ ઓફ ડીરેકટરઓ ની હાજરીમાં ”શતાબ્દી મહોત્સવ નિમિતે “કાજલ ઓઝા વૈધ” ધ્વારા સ્વપ્ન, સંઘર્ષ અને સફળતા તેમજ શ્રી કૃષ્ણ- ધી માર્કેટીંગ ગુરૂ ના વિષયે ખૂબ જ પ્રેરણાદાયક વકતવ્ય થી ઉપસ્થિત બેંકના સભાસદો, ગ્રાહકો વિગેરે મંત્રમુગ્ધ થયેલ આજના ’ કાજલ ઓઝા વૈધ” ના પ્રેરણાદાયક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના નામાંકિત તથા નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.
તારીખ 18 ઓગસ્ટનાં રોજ સવારે 10 કલાકે બેંકની મુખ્ય શાખાનુ નવનિર્મિત મકાનનુ તકિત અનાવરણ તથા આધુનિક કોમ્પ્યુટરાઈઝ ઓફિસનુ પ્રવેશ કાર્યક્રમ પ.પૂ.ગો. શ્રી ઘ્વારકેશલાલજી મહોદય તેમજ રાજયસભાના સાંસદ જશવંતસિંહ પરમાર તથા ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ ગુજરાત અર્બન બેંક ફેડરેશનના ચેરમેન જયોતિન્દ્રભાઈ મહેતા, ગુજરાત રાજય સંધના ચેરમેન ધનશ્યામભાઈ અમીન, ગુજરાત એગ્રીકલ્ચર બેંક ના ચેરમેન ડોલરરાય કોટેચા, ભાજપા ગુજરાત સહકારી સેલના સંયોજક બિપીનભાઈ પટેલ (ગોતા), તેમજ અન્ય સહકારી આગેવાનો અને રેન્જ આઈ.જી રાજેન્દ્રભાઈ અસારી સાહેબ, પંચમહાલ જીલ્લા રજીસ્ટ્રાર ડી.કે.ખેર સાહેબ વિની ઉપસ્થિતીમાં નવિનીકરણ કરેલ મુખ્ય શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં બેંકના બોર્ડ ઓફ ડીરેકટરર્સઓ, સભાસદો વિગેર હાજર રહી બેંક પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.
તમામ મહાનુભાવોની હાજરીમાં “કેશવ કથા કુંજ”રામનગર સોસાયટી, શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે બેંકના 100 વર્ષના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતો “શતાબ્દી સ્મૃતિ ગ્રંથ”નુ વિમોચન અને શતાબ્દી વર્ષ નિમિતે પૂજય મહારાજશ્રી એ બેંકને પ્રગતિ અંગે આર્શીવચન પાઠવી તેમજ અન્ય મહાનુભાવોે પણ સંસ્થા ઉતરોતર ખૂબ પ્રગતિ કરે અને બેંકના ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓ ધ્વારા બેંકના પૂર્વ ડીરેકટરઓ, બેંકના નિવૃત કર્મચારીઓ, ધણા સમયથી બેંક સાથે જોડાયેલ સભાસદો, બેંક સાથે ધણા સમયથી બેંકની પ્રગતિમાં સાથ આપનાર સભાસદો અને થાપણદારોનુ પધારેલ મહાનુભાવોનાં હસ્તે શાલ અને શિલ્ડ અર્પણ કરી બહુમાન કરેલ.બેંકના ચેરમેન કે.ટી. પરીખે સ્વાગત પ્રવચનમાં બેંકના ભવ્ય ઇતિહાસની ગાથા રજુ કરેલ જેમાં બેંકના 100 (એકસો) વર્ષમાં પ્રગતિમાં સાથ આપનાર સ્થાપકો, અત્યાર સુધીનાં સંચાલકોને બિદાવેલ તેમજ બેંકની રૂપરેખા રજુ કરી ગ્રાહકોને વિનયી, ઝડપી અને સુરક્ષીત સેવાઓ પુરી પાડવા માટે બેંક સંચાલકોની પ્રતિબધ્ધતા વ્યકત કરેલ.બેંકના સંચાલકો પર વિશ્વાસ રાખી બેંક સાથે સતત જોડાયેલા અને બેંકની પ્રગતિમાં સાથ આપનાર સભાસદો, થાપણદારો અને ખાતેદારોનો આભાર માન્યો હતો.બેંકના બંને દિવસના કાર્યક્રમનુ સુંદર સરસ સંચાલન બેંકના ઓફીસરશ્રી રાજુભાઈ લાલવાણી એ કરેલ તેમજ આભારવિધિ બેંક નાં સીઈઓ શ્રી મનોજભાઈ શાહે કરેલ