શહેરાના તરસંગ ગામે પાણી વેરાઈ જતાં બે ઈસમોએ એક વ્યકિતને માર મારતા ફરિયાદ

શહેરા તાલુકાના તરસંગ ગામે પાણી ભરતી વેળા એ પાણી વેરાઈ જતાં એક વ્યક્તિને બે શખ્સોએ માર મારતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 14મી ના રોજ શહેરા તાલુકાના તરસંગ ગામના ડાહ્યાભાઈ રામાભાઈ વણકર તેમના ઘર નજીક આવેલ નળમાં પાણી ભરવા ગયા હતા,જ્યાં પાણી ભરતી વેળા એ પાણી વેરાઈ જતાં ગામના પુનાભાઈ ખાનાભાઈ વણક2 અને રમીલાબેન પુનાભાઈ વણકર માં બેન સમાણી ગાળો બોલી કહેતા હતા કે “અહી પાણી વેરવું નહીં” તેમ કહી પુનભાઈએ લાકડીનો ગોદો મારી દેતા ડાહ્યાભાઈ નીચે પડી જતાં તેમને ડાબા હાથે તેમજ શરીરે ઈજાઓ થતાં તેમણે બૂમાબૂમ કરતાં કુટુંબના માણસો અને ફળિયાના માણસોએ આવી વધુ મારથી બચાવી લીધા હતા,ત્યારે આ બંને જણ “હવે પછી જો આ બાજુ પાણી ભરવા માટે આવ્યા તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી જતાં રહ્યા હતા,આ બનાવમાં ડાહ્યાભાઈને ઈજાઓ થતાં તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરા સરકારી દવાખામાં સારવાર માટે લઈ જવાયા હતા,જ્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.આ સમગ્ર બાબતે ડાહ્યાભાઈના પુત્ર હસમુખ વણકરે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.