મુંબઈ,
: જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, છત્રપતિ શિવાજી મહારાજ અને મુંબઈની અસ્મિતા જેવા વિષયો પર વિવાદાસ્પદ નિવેદનો કરીને ફસાઈ ગયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એમના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી બતાવી હોવાનો અહેવાલ છે.વિવાદાસ્પદ નિવેદનો કરનાર કોશ્યારી વિશે મહારાષ્ટ્રમાં રાજકીય સ્તરે વ્યાપક રીતે નારાજગી ફેલાઈ છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કોશ્યારીને એમના પદ પરથી હટાવી દેવાની માગણી કરી છે. કોશ્યારીને હાલમાં જ ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ દિલ્હી તેડાવ્યા હતા. એવું મનાય છે કે કોશ્યારી અમુક જ દિવસોમાં એમના પદ પરથી રાજીનામું આપશે. એમના અનુગામી કોણ બનશે એ વિશે અટકળો થવા માંડી છે. આમાં, લોક્સભાનાં ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, આનંદીબહેન પટેલનાં નામનો સમાવેશ થાય છે.