ગોધરાના પરવડી ચોકડી પાસે પોલીસે નાકાબંધી કરી આઈસર ટ્રકમાં લવાતો 20.76 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

ગોધરા તાલુકાના પરવડી ચોકડી હાઈવે રોડ ઉપરથી આઈસર ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને પસાર થવાનુ છે તેવી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી બાતમીવાળા આઈસર ટ્રકને ઝડપી રૂ.20.76 લાખના ઈંગ્લીશ દારૂ સહિત કુલ રૂ.38,86,350/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાની પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટ્રક નં.-જીજે-એમ.એચ-20-ડીએલ-6176માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વડોદરાથી ગોધરા તરફ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસે ચોકડી પાસે નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરી હતી. અને બાતમી વાળી આઈસર ટ્રક ઝડપી પાડી હતી. અને ચેકિંગ કરતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ રોયલ સિલેકટ ડિલક્ષ વ્હિસ્કિ પ્લાસ્ટિક કવાટરીયા નંગ-8400 કિ.રૂ.9,24,000/-, ઈમ્પ્રેશન રિઝર્વ વ્હિસ્કિ પ્લાસ્ટિક કવાટરીયા નંગ-7680 કિ.રૂ.11,52,000/-, આઈસર ગાડી કિ.રૂ.20,06,000/-, મોબાઈલ ફોન, પરચુરણ ઈલેકટ્રીક સ્ક્રેપ બોકસ કિ.રૂ.8,05,350/-મળી કુલ 38,86,350/-રૂપિયાના મુદ્દામાલ સાથે વિરેશ નાગપ્પા હેલોમની(રહે.હનુમાનાબાદ, હાવરી ટાઉન, કર્ણાટક, બેંગ્લોર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.