તસ્કરોથી ત્રાસી ગોધરાના વેપારીએ દુકાન પર જ બોર્ડ માર્યુ… ખોટી મહેનત કરશો નહીં, મારી દુકાનમાંથી કઇ નહીં મળે..

ગોધરા શહેરમાં પાછલા ઘણા સમય થીએક દુકાનદાર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ તેમની દુકાનના ચોરોએ તાળા તોડ્યા હતા જેને લઈ ને ચોરોને ચેતવવા માટે પોતાની દુકાન પર એક બોર્ડ લગાવી દીધું છે જેને લઈ ને હાલ ચર્ચામાં આવ્યા છે. દુકાનના દરવાજા પર મારવામાં આવેલું બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. ગોધરા શહેરમાં કાજીવાડા ખાતે વર્ષોથીસોના ચાંદીના દાગીના પોલિશકરવાની કામગરીકરતા મોતીભાઈ બંગાળી કારીગરવર્ષોથી દુકાન ધરાવે છે.તેઓ50 વર્ષથીઆ વ્યવસાય સાથેજોડાયેલાં છે.

થોડા દિવસ અગાઉ તસ્કરો દ્વારા ચોરીના આશયથી દુકાનનાતાળા તોડવામાં આવ્યા હતા. જેને લઈનેદુકાનદારે તસ્કરોને ચેતવવા માટે પોતાની દુકાનનાદરવાજા પર બોર્ડ લગાવી દીધું છે.અને ચોરોને સૂચના આપી છેકે, ખોટી મેહનતકરશો નહિ, મારી દુકાનમાં લાકડા શેમ્પુ અને વાસણો સિવાય તમને કંઈપણ અહીં મળે. અને મેહનતકરો અને રોજી રોટી કમાઓ. તેવા લખાણને લઈ ને આ દુકાનદાર હાલ શહેરમાં ભારે ચર્ચા નું કેન્દ્ર બન્યા છે. ગોધરા શહેરમાં બેફામ બનેલા તસ્કરોથી લોકો ત્રાસી ગયા છે. જયારે બીજી બાજુ તસ્કરોના ત્રાસ સામે એક બંગાળી વેપારીએ નવો નુસ્ખો અજમાવયો છે અને દુકાન બહાર જ બોર્ડ મારી ચેતવણી આપી દીધી છે કે, ખોટી મહેનત કરશો નહીં, મારી દુકાનમાં લાકડા, શેમ્પુ અને વાસણો સિવાય કઇ નહિં મળે. મહેનત કરો અને રોજી રોટી કમાવો. જેવુ લખાણ સોશિયલ મિડિયા પર પણ વાઇરલ થતા શહેરમાં ભારે ચર્ચા ચાલી હતી.