કોલકાતાની સરકારી હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે થયેલી બર્બરતા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. બળાત્કાર અને હત્યાની આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. જ્યાં એક તરફ ડોક્ટરો વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ બોલિવૂડ સેલેબ્સે આ મામલાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટનાથી સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સને પણ આંચકો લાગ્યો છે. સેલેબ્સે દેશની મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ દરમિયાન તેણે ન્યાય માટે અપીલ કરી છે.
હાલમાં જ આલિયા ભટ્ટે પણ એક પોસ્ટ શેર કરીને આ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું: નિર્ભયાની ઘટના પછી પણ કેવી રીતે મહિલાઓ પર અત્યાચાર ઓછો નથી થઈ રહ્યો. આ સાથે એક ચોંકાવનારો ડેટા પણ શેર કર્યો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો રિપોર્ટ ૨૦૨૨ના ડેટામાં છોકરીઓ સામેના ગુનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
દરમિયાન પ્રીતિ ઝિન્ટા, સામંથા રૂથ પ્રભુ, જેનેલિયા ડિસોઝા, કૃતિ સેનન અને રિતિક રોશને આ મામલે નિરાશા વ્યક્ત કરી છે. તાજેતરમાં જેનેલિયા ડિસોઝાએ ઠ પર ટ્વીટ કર્યું અને લખ્યું: રાક્ષસોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. એ છોકરીએ જે સહન કર્યું, એ વાંચીને મારું હૃદય કંપી ઊઠ્યું. એક મહિલા, એક જીવનરક્ષક કે જે ફરજ પર હતી, તેને સેમિનાર હોલમાં આનો સામનો કરવો પડ્યો. મારું હૃદય તેના પરિવાર માટે દુખી છે. હું કલ્પના પણ નથી કરી શક્તી કે તેણે આનો કેવી રીતે સામનો કર્યો હશે. મારા માટે, સ્વતંત્રતાનો અર્થ એ છે કે જ્યારે આપણા દેશની મહિલાઓ ખરેખર સુરક્ષિત અનુભવી શકે.
રિતિક રોશને પણ કોલકાતાની ઘટના અંગે ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું – હા, આપણે એક એવા સમાજમાં વિકસિત થવાની જરૂર છે જ્યાં દરેક વ્યક્તિ સમાન રીતે સુરક્ષિત અનુભવે. પરંતુ આમાં દાયકાઓ લાગશે. આશા છે કે આ આપણા દીકરા-દીકરીઓને સશક્ત કરીને જ શક્ય બનશે. આવનારી પેઢીઓ સારી રહેશે. આપણે ત્યાં પહોંચી જઈશું. પણ વચ્ચે શું-શું થશે? આને રોકવા માટે એવી સજા આપવી પડશે જે એટલી આકરી હોવી જોઈએ કે તે આવા ગુનેગારોમાં ભય પેદા કરે. આ જ કરવું જોઈએ. કદાચ? હું મારી પુત્રી માટે ન્યાયની માંગમાં પીડિત પરિવારની સાથે ઉભો છું. હું એ તમામ ડોક્ટરો સાથે ઉભો છું જેમના પર ગઈ રાત્રે હુમલો કરવામાં આવ્યો.
સ્વતંત્રતા દિવસના અવસર પર, પ્રીતિ ઝિન્ટાએ પણ કોલકાતા બળાત્કાર વિશે લખ્યું – આપણે વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આ ચૂંટણીમાં મહિલાઓ અને પુરૂષોએ મળીને ૬૬ ટકા મતદાન કર્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં મહિલાઓ મતદાનના મામલે પુરુષોને પાછળ છોડી દેશે. તેણે લખ્યું – ખૂબ જ દુ:ખ થાય છે જ્યારે કોઈ પણ બળાત્કારીનો ચહેરો છુપાવી દેવામાં આવે છે અને પછી તેની ધરપકડ કરવામાં આવે છે. જો કોઈએ બળાત્કારનો ગુનો કર્યો છે તો તેનું નામ અને ચહેરો મીડિયાને બતાવવો જોઈએ. જ્યારે સ્ત્રી ઓએ તેમનું સન્માન ગુમાવ્યું, ત્યારે કોઈએ તેની પરવા કરી નહીં. જ્યાં સુધી તે તમારી સાથે ન થાય ત્યાં સુધી તમને ખબર નહીં પડે.