રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મય ગુજરાતનાં મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર તેમજ નર્મદામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બે દિવસથી મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પણ અનેક તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ તેમજ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.