બીજેપીમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ, મણિનગરના એક કાર્યર્ક્તાનો કથિત પત્ર વાયરલ

ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. ૩ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરની ગરબડો એટલી છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. આ પહેલાં પણ ભાજપના નેતાઓની પોલ ખોલતા પત્રો વાયરલ થયા છે. અમે અહીં ગુજરાત ભાજપના અમદાવાદના નેતાઓની પોલ ખોલતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક પત્રની વિગતો તમને આપી રહ્યાં છે.

અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવાયેલા ધર્મેન્દ્ર શાહની ટોળકીનો આ પત્ર પોલ ખોલી રહ્યો છે. જોકે, અમૂલ ભટ્ટ અને ધર્મેન્દ્ર શાહ આ કોઈ વિન સંતોષીએ ખોટી વિગતો સાથે પત્ર વાયરલ કર્યો હોવાનું કહી રહ્યાં છે. આ મામલો વધુ વિવાદ વકરે તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. આ પત્રમાં ભાજપના એક કાર્યકરે નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરીને રોકડી કિંગ અને કટકી કિંગ પણ કહ્યાં છે.

વાયરલ થયેલા પત્રમાં ઉલ્લેખાયું છે કે, અમદાવાદના આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલાંથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. આ પછી પૈસા માટે લાળપાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાઠગાંઠમાં લપેટાયો. આ કટકી કીંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જાણે છે.