‘મમતા બેનર્જીનું નિવેદન આરોપીઓ તરફી’, ગુજરાત ભાજપે ટીએમસી પર કર્યા પ્રહાર, રેપકાંડમાં રાજનીતિ

કોલકાતાનાં રેસિડેન્સીયલ મહિલા ડોક્ટર પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યા બા તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. પીડીતાને ન્યાય અપાવવા મામલે સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ ગુજરાત મુલાકાતે છે. ત્યારે કમલમ ખાતે તેઓએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ બંગાળ સરકાર આરોપીઓને છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ગોપાલ અગ્રવાલે નિવેદન આપ્યું હતું કે, પશ્રિમ બંગાળમાં ખરાબ ઘટના બની છે. આજે આખા દેશમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પશ્રિમ બંગાળમાં એક પછી એક ઘટનાઓ બની રહી છે. મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે એ દુ:ખદ છે. પણ ઘટના પર સરકારે કામ કર્યુંએ અતિ દુર્ભાગ્ય પૂર્ણ છે. મમતા બેનરજીનાં નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ આરોપીઓને છાવરે છે. તેમજ મમતા બેનરજીનું નિવેદન આરોપીઓને તરફી છે.

તેમજ પરિવારનાં લોકોને ૩ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. તેમજ દીકરીનાં મૃતદહે જોવા પણ દીધો ન હતો. પોલીસ હત્યાને નેચરલ ડેથનું કારણ આપે છે. સુદીપ ઘોષ, સંજય રોયનાં ટીએમસી નેતાઓનાં પોલીસ સાથે સારા સબંધ છે. ખુલ્લે આમ આરોપી ગમે ત્યાં ફરતો હતો. તેમજ પશ્ર્ચિમ બંગાળમાં જ આવી કેમ ઘટના બની છે? કારણ કે ટીએમસી ગુંડાઓને રક્ષિત કરાઈ રહ્યા છે. કલકત્તાની સરકાર ગુંડાઓને સપોર્ટ કરી રહી છે.

ગોપાલભાઇ અગ્રવાલજીએ વધુમા જણાવ્યું કે, રેપ અને હત્યાના કેસમા સીબીઆઇને તપાસ કેમ ન સોંપી,ફોરેન્સીક એક્સોપોર્ટની ટીમ દ્વારા તપાસ તેમજ ઘટના સ્થળનુ રેકોર્ડિંગ તેમજ સબુત મેળવવા પર કાર્યવાહી કરી નહી. આ મુદ્દે હાઇકોર્ટે પણ કડક શબ્દોમા ફટકાર લગાવી છે. મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ર્ચિમ બંગાળમા વધુ થાય છે કારણ કે મમતા બેનર્જી ટીએમસી ના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે.

૨૦૨૧મા પણ વિરોઘી પાર્ટીના સમર્થક હતા તેમને પણ એક પ્લાનિંગ સાથે કાર્યર્ક્તાઓ અને ઉમેદવાર મહિલાઓને જાહેરમા નિર્વ કરવાની ઘટના સામે આવી હતી તેમજ ૧૪ વર્ષની દિકરી પર ૨૦૨૧મા પણ બળત્કારની ઘટના સામે આવી હતી અને આ ઘટનાના આરોપી ટીએમસીના નેતાના દિકરાએ પીડિતાના પરિવારને બંદૂક બતાવી ઘમકાવ્યા હતા. પશ્ર્ચિમ બંગાળમા મમતા બેનર્જી ખૂબ નિદર્ય પુર્વક કામ કરી રહી છે,રાજનીતી થકી દેશને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે તેમજ ધર્મનિર્પક્ષતાના આઘારે બાંગ્લાદેશીઓને બંગાળમા ઘૂસાડવામા આવે છે. મમતા બેનર્જી બંગાળમા વોટબેંકની રાજનીતી માટે તૃષ્ટીકરણની રાજનીતી અને હિંસક પ્રવૃતિ કરનારને પ્રોત્સાહિત કરી રહી છે.