મુખ્યમંત્રી એકનાથ શિંદે સતત પ્રયાસ કરતા રહે છે, પરંતુ ફ્લેગ હોસ્ટિંગ થઈ રહ્યો નથી,વીડિયો વાયરલ

ગુરુવારે આખા દેશમાં ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસર પર મહારાષ્ટ્રનાઆ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ધ્વજ વંદન પણ કર્યું, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે સતત પ્રયાસ કરતા રહે છે, પરંતુ ફ્લેગ હોસ્ટિંગ થઈ રહ્યો નથી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં લગભગ ૩૦ સેકન્ડ સુધી મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રયાસ કરતા રહ્યા કે ઝંડો ફરકાવવામાં આવે, પરંતુ તેઓ એમ ન કરી શક્યા.

ત્યારબાદ તેમની પાસે ઊભા એક પોલીસ જવાને જ્યારે જોરથી દોરડું ખેચ્યું તો ધ્વજ ફરકી ગયો અને પછી રાષ્ટ્રગાન થયું. હવે જાણકારી મળી રહી છે ઝંડાને ખૂબ જકડીને પોલ સાથે બાંધી લેવામાં આવ્યો હતો, જેના કારણે સતત ખેચ્યા બાદ પણ તે ખૂલી ન શક્યો. આ અવસર પર એકનાથ શિંદેએ એક નાનકડું ભાષણ પણ આપ્યું. એ ભાષણ દરમિયાન તેમણે મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી અને યાદ કર્યા. તેમની તરફથી લાડકી બહન યોજના’નો પણ ઉલ્લેખ થયો, જે હેઠળ મહિલાઓના ખાતામાં સીધા પૈસા નાખવામાં આવશે.

૧૪ ઑગસ્ટે જ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે ૨ મહિના સુધી પાયલટ પ્રોજેક્ટ હેઠળ તેઓ મહિલાઓના ખાતામાં ૩૦૦૦ રૂપિયા નાખવામાં સફળ રહ્યા. હવે આ યોજનાને રાજ્યમાં લાગૂ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે, એવી યોજના મય પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ શરૂ કરી હતી. તેમણે લાડલી બહના યોજનાના માધ્યમથી મહિલાઓના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ યોજનાને ખૂબ સફળ માનવામાં આવી હતી અને આજ કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત પણ મળી. હવે મહારાષ્ટ્રમાં શિંદે સરકાર પણ એવું જ પરીક્ષણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ મહાવિકાસ અઘાડીને મોટી ઝટકો લાગી શકે છ. કોંગ્રેસના ૨ ધારાસભ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના માર્ગે છે. કોંગ્રેસના ધારાસભ્ય હીરામન ખોસકર અને જીતેશ અંતાપુરકર રાત્રે સરકારી આવાસ ’વર્ષા’ પર પહોંચ્યા હતા. અહી તેમણે શિંદે ગ્રુપમાં જવાને લઈને તેમની સાથે વાત કરી. સંભાવના છે કે આ બંને આગામી થોડા દિવસોમાં કોંગ્રેસનો સાથ છોડીને શિવસેનામાં સામેલ થઈ શકે છે. વિધાન પરિષદ ચૂંટણીમાં બંને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસે આ મામલે કાયવાહીની ચીમકી આપી હતી.