ઇટાલીમાં ભૂસ્ખલનની મોટી દુર્ઘટનામાં કુલ ૭ના મોત, ૫ લોકો ગુમ,અનેકનું ,સ્થળાંતર

નેપલ્સ,

ઇટાલીમાં સોમવારનો દિવસ કાળ બની ગયો છે. દેશમાં વારંવાર જવાળામુખી પણ ફાટી નીકળે છે. આ દેશમાં ઇશ્ર્ચિયા નેપલ્સથી લગભગ ૩૦ કિલોમીટર (૧૯ માઇલ) દૂર એક સક્રિય જ્વાળામુખી ટાપુ આવેલો છે. ઇટાલીના ઈસ્ચિયા ટાપુ પર ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાયેલા એક નવજાત બાળક સહિત બચાવકર્મીઓએ સાત લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નેપલ્સ પ્રીફેક્ટે પુષ્ટિ કરી હતી કે કાસામાસિઓલામાં શનિવારે વહેલી સવારે એક મોટા ભૂસ્ખલન પછી પાંચ લોકો હજુ પણ ગુમ છે, જે કાટમાળ હેઠળ દટાયેલા હોવાનું માનવામાં આવે છે. અન્ય પીડિતોની ઓળખ નવજાત શિશુના માતા-પિતા, પાંચ વર્ષની બાળકી અને તેના ૧૧ વર્ષના ભાઈ તરીકે થઈ હતી, જે ૩૧ વર્ષનો એક વ્યક્તિ હતો.નોંધનીય છેકે આ દેશમાં થર્મલ બાથિંગ અને સુંદર બીચ પ્રવાસીઓને આકર્ષે છે. ૨૦ વર્ષ પછી આ વિસ્તાર અને આસપાસ આટલી મોટી માત્રામાં વરસાદ નોંધાયો છે. આ ભૂસ્ખલનની ઘટનાને લઇને અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. જેમાં દેશના દરિયા કિનારે પાર્ક કરેલા અનેક વાહનો ભોગ બન્યા હતા.

આ ઘટના મામલે નેપલ્સ પ્રીફેક્ટના અહેવાલમાં પુષ્ટિ આપી હતી કે કાસામાસિઓલામાં શનિવારે વહેલી સવારે એક મોટા ભૂસ્ખલનમાં ૭ના મોત થયા છે. અને, પાંચ લોકો હજુ પણ ગુમ છે, જે ગુમ તમામ લોકો કાટમાળ હેઠળ દટાયેલા હોવાનું મનાઇ રહ્યું છે.

ઇશ્ર્ચિયા નેપલ્સથી લગભગ ૩૦ કિ.મી. એટલે કે ૧૯ માઇલ દૂર સ્થિત સક્રિય જ્વાળામુખી ટાપુ છે. આ ટાપુ તેના થર્મલ બાથિંગ અને નયનરમ્ય સાગર કિનારાને કારણે પ્રવાસીઓને પ્રભાવિત કરતું રહ્યું છે. આ વિસ્તારમાં ૨૦ વર્ષ બાદ અહીં ભારે વરસાદ પડયો હતો, જે બાદ આ વિસ્તારમાં ભૂસ્ખલનની મોટી દુર્ઘટના બની હતી. છ કલાકમાં ૧૨૮ મીમી આશરે સાડા પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સમગ્ર શનિવાર દરમિયાન ભારે વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે બચાવ પ્રયાસો જટિલ બન્યા અને બચાવ ટુકડીઓના આગમનમાં વિલંબ થયો.

ઇટાલિયન ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા લુકા કેરીએ સ્ટેટ ટીવીને જણાવ્યું હતું કે દરેક જગ્યાએ કાદવ અને પાણી છે. અમારી ટીમો આશા સાથે શોધ કરી રહી છે, ભલે તે મુશ્કેલ હોય. નાના બુલડોઝરોએ બચાવ વાહનોને બહાર નીકળવા માટે પહેલા રસ્તા સાફ કર્યા, જ્યારે દરિયામાં ધોવાઈ ગયેલી કારની તપાસ કરવા માટે ડાઇવિંગ ક્રૂ તૈનાત કરવામાં આવ્યા હતા. પડોશી શહેર લેકો એમેનોના મેયર, ગિયાકોમો પાસ્કેલે, જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. નેપલ્સના પ્રિફેક્ટ ક્લાઉડિયો પાલોમ્બાએ રવિવારે જણાવ્યું હતું કે ૩૦ ઘરો ડૂબી ગયા છે. અને ૨૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.

બચાવર્ક્તાઓએ શનિવાર અને રવિવારે પીડિતો અને બચી ગયેલા લોકોની શોધ ચાલુ રાખી. નાના બુલડોઝરની મદદથી જાડી માટી દૂર કરવામાં આવી રહી છે. દરિયામાં ધોવાઈ ગયેલી કારમાંથી બે લોકોને બચાવી લેવાયા હતા. વધારાના ઇમરજન્સી ક્રૂ શનિવાર પછી ફેરી દ્વારા પહોંચ્યા, જેમાં સ્નિફર ડોગ ટીમનો સમાવેશ થાય છે.