વલસાડ અને સુરતના હજીરા બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાતના દરિયાકાંઠેથી નશાકારક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને સુરતના હજીરા બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

નવસારીના જલાલપોર સમુદ્ર કાંઠેથી ડ્રગ્સના ૫૦ પેકેટ મળી આવ્યા છે. ઓજલ માછીવાડ ગામેથી શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું છે. આ ર્ડ્ગ્સ પીળા રંગની સિમેન્ટની બોરીમાં સંતાડવામાં આવ્યું હતું. જલાલપોર પોલીસ, ન્ઝ્રમ્ના સમુદ્ર કાંઠે પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. વલસાડ અને સુરતમાં મળેલા ડ્રગ સાથે સામ્યતા હોવાની શક્યતા છે.

આ અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પ્રાથમિક અંદાજ મુજબ ડ્રગ્સની કિંમત કરોડો રુપિયામાં છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.મહત્વનું છે કે ગુજરાત પોલીસે છેલ્લા ૧૦ જ દિવસમાં રૂપિયા ૮૫૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વડોદરાના નગરજનોને અપીલ કરી હતી કે, તમારી જાણમાં જો કોઈ ડ્રગ્સના દુષણમાં સપડાયેલો જણાય તો છુપાવવાને બદલે પોલીસને માહિતી આપો. ટીમ ગુજરાત ટીમ ઈન્ડિયા તરીકે આપણે દેશનો રાજ્યનો વિકાસ કરવાનો છે.