સ્વતંત્રતા દિવસ પર નીતિશે કરી મોટી જાહેરાત, કહ્યું- ૧૦ નહીં પણ ૧૨ લાખ લોકોને સરકારી નોકરી આપશે.

બિહારમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ફંકશનમાં લોકો ઉત્સાહ અને જોશથી ભાગ લઈ રહ્યા છે. મુખ્ય સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાયો હતો, જ્યાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન નીતિશ કુમારે જનતા માટે પોતાના સંદેશમાં સરકારી નોકરીઓને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ૧૦ લાખ સરકારી નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આ વર્ષના અંત સુધીમાં અમે ૧૨ લાખ સરકારી નોકરીઓ આપીશું. અત્યાર સુધીમાં ૧૦ લાખ લોકોને સરકારી નોકરી મળી છે, બે લાખ પદો પર નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

પોતાના સંબોધનમાં તેમણે પોતાના વિકાસ કાર્યોની ચર્ચા કરી તો વિપક્ષને પણ નિશાને લીધા. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે ૨૦૦૫થી જ્યારથી તેમને કામ કરવાની તક મળી છે ત્યારથી તમામ ધર્મો અને જાતિઓ માટે કામ કરવામાં આવી રહ્યું છે. નોકરી અને રોજગાર અંગે ચર્ચા કરતા તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં ૧૦ લાખ લોકોને રોજગાર આપવામાં આવશે. આ સાથે રોજગાર મેળવનારા લોકોની સંખ્યા વધીને ૩૪ લાખ થશે.

તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ કામ થઈ રહ્યું છે. ૨૦૦૫ પહેલા રાજ્યમાં આરોગ્ય કેન્દ્રોની અછત હતી અને સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પરંતુ જ્યારે અમને કામ કરવાની તક મળી ત્યારે અમે આરોગ્ય વિભાગના ક્ષેત્રમાં કામ કર્યું. રાજ્યની તમામ હોસ્પિટલોમાં દર્દીઓને ભોજન આપવા માટે દીદી કી રસોઇ શરૂ કરવામાં આવી હતી. ૨૦૦૩માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પટનામાં છૈૈંંસ્જી બનાવવાની મંજૂરી આપી હતી. બાદમાં કેન્દ્ર સરકારે દરભંગામાં છૈૈંંસ્જી બનાવવાની મંજૂરી આપી હતી. હવે તેનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે.

માર્ગ નિર્માણ અંગે તેમણે જણાવ્યું હતું કે, એલિવેટેડ રોડ, ઓવરબ્રિજ સહિત અનેક નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. નિર્માણ કાર્ય ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. વિશેષ રાજ્યનો દરજ્જો અને વિશેષ આથક સહાય અંગે તેમણે કહ્યું કે તેમની આ માંગ ઘણી જૂની છે. અગાઉની કેન્દ્ર સરકારે કંઈ કર્યું ન હતું પરંતુ આ બજેટમાં કેન્દ્ર સરકારે રસ્તા, પ્રવાસન, પૂર સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં મોટી રકમ આપવાની જાહેરાત કરી છે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આવી સહાય મળતી રહે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારથી અમને શાસન કરવાની તક મળી છે ત્યારથી રાજ્યમાં કાયદાનું શાસન છે. સરકાર ગુનાખોરીને અંકુશમાં લેવા અને કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. તેમણે પોલીસની સંખ્યા વધારવાની પણ વાત કરી હતી. આ અવસરે નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા સાથે, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ પણ હાજર હતા. મુખ્ય સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રવજને સલામી આપી હતી. સ્વતંત્રતા દિવસને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે