ધોધંબાના વિરાપુરા ગામે જાબીર ટ્રેડર્સ નામની દુકાન માંંથી નકલી તેલના ડબ્બા, યુરીયા ખાતર સહિતનો જથ્થો જીલ્લા પુરવઠા અધિકારીની ટીમે સીઝ કર્યો

ધોધંબા તાલુકાના વિરાપુર ગામે આવેલ જાબીર ટ્રેડર્સ નામની દુકાનમાં પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ના.કલેકટરની ટીમે આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દુકાન માંંથી નકલી કપાસીયા તેલ, યુરીયા ખાતર, ડીઝલ અને ખાંડનો બિલ વગરનો જથ્થો ઝડપી પાડવામાંં આવ્યો.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ધોધંબા તાલુકાના વિરાપુરા ગામે આવેલ જાબીર ટ્ર્રેડર્સ નામની દુકાનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં જાબીર ટ્રેસર્ડના સીરાજ યુસુફ કેશરીની દુકાન માંથી નકલી કપાસીયા તેલના આરતી અને રાણી બ્રાન્ડના 15 કિલોના 39 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ યુરીયા ખાતરની થેલી નંગ-39, ડીઝલ-180 લીટર,50 કિલો ખાંડની 15 બોરી તેમજ બાજરીનો બિલ વગરનો જથ્થો મળી આવતાં સીઝ કરવામાં આવ્યો છે. જીલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા 585 કિલો નકલી તેલ કિંમત 61,450/-રૂપીયા, યુરીયા ખાતર કિંમત 15,960/-રૂપીયા, 180 લિટર ડીઝલ કિંમત 16,300/-રૂપીયા, 750 કિલો ખાંડ કિંમત 36,750/-રૂપીયા, 40 કિલો બાજરી કિંંમત 1080/-રૂપીયા મળી કુલ 1,31,450/-રૂપીયાનો બિલ વગરનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરી દુકાનદાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બિલ વગરનો પુરવઠો સંગ્રહ કરી વેચાણ કરનાર દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.