ગોધરા તાલુકાના શિવપુરી ગામના પરિવારના પાંચ સભ્યો કહ્યા વગર નિકળી ગુમ થયાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાઈ

ગોધરા તાલુકાના શિવપુર ગામે રહેતા જાહેરાત આપનારના ભાઈના પરિવારના પાંચ સભ્યો તા.11 ઓગસ્ટના રોજ ધરેથી કહ્યા વગર નિકળી જઈ કયાંક ગુમ થઈ ગયેલ હોય આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના શિવપુર ગામે રહેતા વિનોદભાઇ સોમાભાઇ પરમારના ભાઈ હિંમતભાઇ સોમાભાઇ પરમાર ઉ.વ.41 તેમના પત્ની સુધાબેન પરમાર ઉ.વ.42, છોકરી જયબેન પરમાર ઉ.વ.22 તથા જયની છોકરી મિસ્ટી રાકેશભાઇ રાઠોડ ઉ.વ.3, જયરાજ હિંમતભાઇ પરમાર ઉ.વ.19 જે 11 ઓગસ્ટના રોજ પોતાના ધરેથી ઈકો ગાડી નંબર જીજે.07.ડીએ.0155 લઈને ધરે કોઇને કહ્યા વગર નિકળી જઈ કયાંંક ગુમ થયેલ હોય આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.