મહીસાગર જીલ્લા કક્ષાનો 78માં સ્વાતંત્રપર્વની ઉજવણી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે કરાઈ

  • જીલ્લા કલેકટર નેહા કુમારીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી.
  • યુવા એ કોઈ પણ રાષ્ટ્રની ઉર્જા છે અને સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે તેથી નશા મુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે કલેકટર.
  • મહીસાગર જીલ્લામાં રમતવિરો, વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયા.

મહીસાગર જીલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી ખાનપુર તાલુકાના કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર-પાંડરવાડા ખાતે કરવામાં આવી હતી. જીલ્લા કલેકટર નેહા કુમારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી-અનામિ શહીદવીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જીલ્લા કલેકટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતની આન, બાન અને શાન સમાન આ ત્રિરંગાને લહેરાવીને હું ધન્યલતા અનુભવું છું. રાષ્ટ્રકને કાજ બલિદાન આપનારા ક્રાંતિવીરો, સ્વાબતંત્ર્યવીરો અને શહીદો કે જેમને મન માતૃભૂમિની સ્વતંત્રતા એ જ એક માત્ર જીવન લક્ષ્ય હતું તે તમામને મારા નત મસ્તક વંદન છે. આઝાદીની ચળવણમાં ભાગીદારી નોંધાવનાર દેશને કાજ જીવન સમર્પિત કરનાર તમામને યાદ કરવાના આ પર્વને ઉજવવાનો મોકો મળતા મારી જાતને ધન્યવાન ગણું છે. સો પ્રથમ અહીં ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવુ છું.

તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે જેના થકી સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે. આપણાં જીલ્લાના વિકાસની વાત કરવામાં આવે તો લુણાવાડા જીલ્લા કલેકટર કચેરી ખાતે અંદાજીત 110.00 લાખમાં તૈયાર થયેલ જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે 24ડ્ઢ7 કાર્યરત રહીને જીલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે આ ઉપરાંત લુણાવાડા ખાતે આવેલ નવીન જનરલ હોસ્પિટલનું 05 ઓપરેશન થીયેટર, તાત્કાલિક સારવાર વિભાગ સહિતની સેવાઓ સાથેનું બિલ્ડીંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જે હાલમાં કાર્યરત છે અને મહીસાગર જીલ્લાની જાહેરજનતા તેનો લાભ લઇ રહેલ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે મહીસાગર જીલ્લો છેવાડાના વ્યક્તિઓની દરકાર લઈ ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મહીસાગર જીલ્લામાં કડાણા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિરમાલવણ અને આયુષ્માન આરોગ્ય મંદિર ઠાકોર ના નાધ્રા નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત નેશનલ લેવલનું સર્ટીફિકેટ મળેલ છે. કિડનીની ગંભીર બિમારીમાં જરૂરી ડાયાલીસીસ સેવા અર્થે દર્દીને બહાર ન જવુ પડે અને આપણા જ તાલુકામાં સેવા મળી રહે તે હેતુસર આપણા જીલ્લામાં કુલ-6 હેલ્થ ફેસીલીટી ખાતે આ સેવાઓ ઉપલબ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે, જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 2,21,846 ખેડૂત કુટુંબને નોંધવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂતોને વર્ષિક રૂ. 6000/- ની ઈનપુટ સહાય રૂ.2000 ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. ગંગા સ્વરૂપા મહિલાઓને સહાયરૂપ થવાના ઉદેશથી અમલીકૃત ’ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જીલ્લામાં વર્ષ 2023-24 માં 28557 ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.1250/- લેખે કુલ રૂ.44.16 કરોડની સહાયની રકમ જે તે લાભાર્થીઓના બેક/પોસ્ટ ખાતામાં ઉઇઝ મારફતે ચુકવવામાં આવેલ છે.

તેમણે ઉમેર્યું હતું કે, યુવા એ કોઈ પણ રાષ્ટ્રની ઉર્જા છે અને સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે. તેથી નશા મુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે. દેશના આ પડકારને સ્વીકારીને, આજે આપણે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ એકસાથે આવીએ છીએ અને માત્ર સમુદાય, પરિવાર, મિત્રોને જ નહીં, પરંતુ પોતાને પણ નશાના વ્યસનથી મુક્ત કરવાનો સંકલ્પ કરીએ છીએ કારણ કે પરિવર્તનની શરૂઆત આપણાથી થવી જોઈએ.તેથી, ચાલો આપણે સૌ સાથે મળીને આપણા જીલ્લા/રાજ્યને નશા મુક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ.

મહીસાગર જીલ્લા કલેકટર અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન, રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું. કલેકટરના હસ્તે જીલ્લાના વિકાસ માટે રૂા.25 લાખનો ચેક અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે જીલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, આદિવાસી નૃત્ય સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, અગ્રણી દશરથભાઇ બારીયા, નિવાસી અધિક કલેકટર સી.વી.લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ અને જીગ્નેશભાઈ સેવક, તાલુકા પંચાયત પ્રમુખ સહિત આમંત્રિત મહેમાનો બાળકો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.