સંતરામપુર તાલુકાના રાણીજીના પાદડી ગામે તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટ 78મી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

સંતરામપુર તાલુકાના રાણીજીના પાદડી ગામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ધ્વજવદનનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. સંતરામપુરના મામલતદાર એ.આઈ. પઠાણના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે સંતરામપુર પોલીસ વિભાગના પીઆઇ કે ડીંડોર તાલુકા પંચાયતના પ્રમુખ હરીશભાઈ વડવાઈ આ કાર્યક્રમ એમ.એમ.પટેલ હાઇ સ્કૂલમાં રાખવામાં આવેલો હતો અને અંદાજીત અલગ અલગ સ્થળ ઉપર 100 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું. અલગ અલગ પ્રાથમિક શાળાના બાળકો હોય ધ્વજ વંદના કાર્યક્રમ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અને અલગ અલગ કાર્યક્રમોમા ભાગ લીધો હતો. બાળકો વિજય થતા તેમને પુરસ્કાર પણ આપવામાં આવેલો હતો. એપીએમસીના ચેરમેન શાંતિલાલ પટેલ આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન રાણીજીની પાદેડી ગ્રામ પંચાયતના સરપંચ વિમળાબેન રણજીતભાઈ ખાટ દ્વારા કરવામાં આવેલું હતું.