અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કીટ્સનો લાભ લેવા અનુરોધ

ખેડા જીલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને જણાવવાનું કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી ખાસ અંગભુત યોજના અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે અનુસુચિત જાતિના ખેડૂત ખાતેદારને વર્ષ 2024-25માં 10 ગુંઠાની એક એવી મહત્તમ બે કીટ્સ વિનામુલ્યે આપવામાં આવશે.

જેથી અનુસુચિત જાતિના ખેડૂતો કે જેઓ હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટનો લાભ લેવા માગતા હોય તેમણે 7/12, 8-અ, આધાર કાર્ડની નકલ, અનુ. જાતિ અંગેનો સક્ષમ અધિકારીના દાખલાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 4-5, ભોય તળીયું, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, નડીયાદ, જી.ખેડાનો તાત્કાલિક સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે લક્ષ્યાંકની મર્યાદામાં વિના મુલ્યે કીટ્સ આપવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામક નડીયાદ-ખેડાની અખબાર યાદીમાં જણાવેલ છે.