દાહોદ અંંધજન આશ્રમશાળાના દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના એન.એસ.એસ. એકમના સ્વયંસેવક બહેનો દ્વારા જાતે રાખડી બનાવી. એન.બી. જૈન અંધજન આશ્રમ શાળાના દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

તા. 16/08/2024, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન તેમજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ. એકમનાં સ્વયંસેવક બહેનો દ્વારા દત્તક ગામ છાપરીની એન.બી.જૈન અંધજન શાળા, છાપરી, દાહોદના બાળકો માટે જાતે રાખડી બનાવામાં આવી હતી.

રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે એન.એસ.એસ.ની સ્વયંસેવીકા બહેનો અંધજન શળાના દિવ્યાંગ બાળકો માટે જાતે રાખડી બનાવી રક્ષાબંધન પાવન પર્વની ઉજવણી કરી હતી. શાળાના આચાર્ય શેખ દ્વારા એન.એસ.એસ.ના સ્વયંસેવકોને શાબ્દિક માર્ગદર્શન આપી આવકારયા હતા. એન.એસ.એસ. સ્વયંસેવક બહેનોએ જાતે રાખડી બનાઈ “ઓછા ખર્ચે શ્રેષ્ઠ કામગીરી” કરી સાચા અર્થમાં રાષ્ટ્રીય સેવા યોજના (ગજજ)ની કામગરીને પુરવાર કરી છે.

500 રૂા.ના ખર્ચે 120 જેટલી રાખડીઓ બનાવી અત્રેની કોલેજના એન.એસ.એસ. સ્વયંસેવક બહેનોએ સરાહનીય કાર્ય કરેલ છે. તે બદલ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. જી.જે.ખરાદી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફોસર તેમજ કોલેજ સ્ટાફે બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.