મીઠાપુર ગામના સરપંચના પતિ પર તેમજ અન્ય વ્યક્તિઓ પર ત્રણ કરતા વધુ વ્યક્તિઓ એ લોખંડની પાઈપ, દંડા વડે જીવલેણ હુમલો કર્યો

શહેરા અણીયાદ ચોકડી જેવા ભરચક વિસ્તારમાં મીઠાપુર ગામના સરપંચના પતિ પર તેમજ અન્ય વ્યક્તિઓ પર ત્રણ કરતા વધુ વ્યક્તિઓ એ લોખંડની પાઈપ, દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. સંજય સોલંકી સહિત અન્ય વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, મહિલા સરપંચના પતિ સહિત અન્ય ઇસમોને વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવામાં આવા સાથે એક ને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો.

શહેરા અણીયદ ચોકડી જેવા ભરચક વિસ્તારમાં આવેલી ધારાસભ્યની ઓફિસની બહાર મીઠાપુર ગામના સરપંચના પતિ પર તેમજ અન્ય ઇસમો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરચક વિસ્તારમાં ગુરૂવારના દિવસે ત્રણ કરતા વધુ લોકોએ લાકડીઓ અને દંડા વડે સંજય સોલંકી સહિત અન્ય વ્યક્તિઓને માર મારતાં લોહી લુહાણ થયા હતા. સંજય સિંહ સોલંકી સહિત અન્ય વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સંજય સોલંકી સહિત અન્ય લોકોને શરીરના માથાના ભાગે તેમજ અન્ય ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે ગોધરા ખાતે ખસેડાયા હતા. રેફરલ હોસ્પિટલ ખાતે સંજય સોલંકીના સગા સંબંધીઓ અને તેમના સમર્થકો ઉમટ્યા હતા. પંકજ સોલંકી ને શરીરના માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર અર્થે ગોધરાથી વડોદરા ખસેડાયો હતો. અણીયાદ ચોકડી જેવા ભરચક વિસ્તારમાં હિન્દી ફિલ્મોની જેમ મારામારી થતા લોકોમાં ડરનો માહોલ તે સમયે જોવા મળ્યો હતો.

જોકે, ભરચક વિસ્તારમાં ધારાસભ્યની કાર્યાલયની બહાર બનેલી આ ઘટનાને પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે અને આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી જોઈએ કેમકે તાલુકામાં અગાઉ પણ આવી ઘટના બનવા પામી હોઇ જેથી કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષાને ધ્યાનમાં લઈને જીલ્લા પોલીસ વડા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે. પોલીસ મથક ખાતે ગુરૂવારના દિવસે બનેલી ઘટનાની શુક્રવારના 5વાગ્યા સુધી આ બાબતની ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ હતું.

સંજયસિંહ સોલંકી ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવા સાથે તેઓ એ જણાવ્યું હતું કે, અમને સમાધાન માટે અણીયાદ ચોકડી ખાતે બોલાવેલા 10 થી 15 લોકોએ અમારા પર લાકડી અને લોખંડની પાઇપ થી હુમલો કર્યો હતો. મારા ભાઈ પંકજ ને પણ તેઓએ લાકડી મારતા માથાના ભાગે લોહી નીકળું હતું. આ લોકોએ અમારા પર જીવલેણ હુમલો કર્યો છે. મારા પર દેવરાજ નારાયણ અને તેની સાથે આવેલા લોકોએ લાકડીઓ અને દંડા વડે અમને માર માર્યો હતો.

અણીયાદ ચોકડી વિસ્તારમાં ગુરૂવારના દિવસે મીઠાપુર ગામના મહિલા સરપંચના પતિ અને ભાજપ સાથે જોડાયેલા સંજયસિંહ સોલંકી અને તેમના ભાઈ પંકજ સહિત અન્ય વ્યક્તિઓ પર ત્રણ કરતાં વધુ ઈસમોએ પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો. જોકે, બનેલી આ ઘટના ધારાસભ્યની કાર્યાલયની બહાર બનવા પામી હતી. પોલીસ દ્વારા આટલી મોટી ઘટના બની હોય ત્યારે આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેથી પ્રજાજનોમાં ડરનો માહોલ ન રહે અને આવી ઘટના ફરીથી બનતી અટકી શકે તો નવાઈ નહી.

અણીયાદ ચોકડી જેવા મહત્વના વિસ્તારમાં ધોળા દિવસે હિન્દી ફિલ્મની જેમ સંજયસિંહ સોલંકી સહિત અન્ય યુવાનો પર ત્રણ કરતાં વધુ લોકો હાથમાં લાકડીઓ, દંડા સાથે તૂટી પડીને માર મારીને લોહી લુહાણ કરી દીધા બાદ ત્યાંથી બિન્દાસ્ત જતા રહે છે. અહી પોલીસ પોઇન્ટ હોવા છતાં આવી ઘટના બનવા પામી હતી. જોકે, પોલીસની સારી કામગીરી અનેક વખત દેખવા મળી હોય ત્યારે આ બનેલ ઘટનાને જોતા પોલીસ દ્વારા આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી જોઈએ અને આરોપીઓને તાત્કાલિક પકડીને જેલના સળિયા ગણતા કરી દેવા જોઇએ.